Connect with us

Chhota Udepur

ગરબા જોઈને પરત ફરતા યુવાનોનો મંડલવા પાસે અકસ્માત ઝાડ સાથે બાઇક અથડાતા બે યુવાનોનાં મોત: એક ઈજાગ્રસ્ત

Published

on

(પ્રતિનિધિ, કાજર બારીયા)

છોટાઉદેપુર જિલ્લાના મંડલવા પાસે મોડી રાત્રે ગરબા જોઈ પરત ફરી રહેલા બાઈક ચાલકે સ્ટીયરિંગ પરની કાબુ ગુમાવી દેતા બાઈક રસ્તા પરથી ઉતારીને ઝાડ સાથે ભટકાતા બાઈક સવાર બે જણાંના મોત નીપજ્યા છે જ્યારે એકને ઈજા પહોંચી છે.

Advertisement

છોટાઉદેપુર જિલ્લાના ડુંગરભીત ગામના જયેશભાઈ ફતેસિંગભાઈ રાઠવા ઉ.વ. ૨૧ પોતાની રોયલ એનફિલ્ડ બુલેટ મિત્ર સાયકલ નં.જીજે-૩૪-પી-૨૮૫૭ લઇને ગામના પોતાના મિત્ર નુવકભાઈ રમેશભાઈ રાઠવા અને ઝોઝ ગામના કમલેશભાઈ મંગુભાઇ રાઠવાને બેસાડીને ઝોઝ ખાતે ગરબા જોવા ગયા હતા. ત્યાંથી રાત્રે લગભગ ૧ વાગ્યાના અરસામાં ઘરે પરત ફરતી વખતે મોટરસાયકલ પૂરઝડપે હંકારીને જતાં રસ્તામાં મંડલવા પાસેના વળાંક ઉપર જયેશભાઈએ મોટર સાયકલના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઈક રસ્તા પરથી ઉતરી ગઈ હતી. રસ્તાની બાજુના ઝાડ સાથે ભટકાઈ હતી, બાઈક ઝાડ સાથે ભટકાતા બાઈક ચાલક જયેશભાઈ અને નુવકભાઈના માથાના ભાગે તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે ત્રીજા બાઈક સવાર કમલેશભાઈ મંગુભાઈ રાઠવા ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઝોઝ પોલીસે આ અંગે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!