Panchmahal

પાધોરા માં અકસ્માત કે મર્ડર રહસ્ય PM રિપોર્ટ માં ખુલશે?

Published

on

(પ્રાતિનિધિ ગોકુળ પંચાલ)

ઘોઘંબા તાલુકાના પાધોરામાં માર્ગની સાઈડમાં આવેલા પુલીયામાંથી વીરાપુરા ગામના આધેડનો બાઇક નીચે દબાયેલી હાલતમાં મૂતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ બનાવવાની જાણ થતા મૃતકના સ્વજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતકની હત્યા થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે રાજગઢ પોલીસ દ્વારા હાલ પ્રાથમિક તબક્કામાં અકસ્માત ગુનો નોધી મૃતકને પેનલ પીએમ કરાવી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. બનાવને પગલે મોટી સંખ્યામાં ઘટના સ્થળે લોકટોળા એકત્ર થઈ ગયા હતા.

Advertisement

વીરાપુરા ગામે રહેતા નાગજીભાઈ કરસનભાઈ નાયક પોતાની બાઇકને લઈ ઘરેથી પાધોરા જવાનું જણાવી નીકળ્યા હતા. જેના બાદ તેઓ ઘરે પરત ફર્યા ન હતા બીજી તરફ પાધોરા ગામમાં ભજન સત્સંગના કાર્યક્રમ માંથી વહેલી સવારે ઘરે જઈ રહેલા ગામના એક વ્યક્તિની નજર માર્ગની સાઈડમાં પુલિયામાં બાઇક નીચે દબાયેલ હાલતમાં એક વ્યક્તિ જોવા મળ્યો હતો જેથી તેઓ ગામના સરપંચને જાણ કરતા સરપંચે પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળ દોડી આવી હતી. પોલીસ મૃતકની ઓળખ છતિ કરવા ભાગરૂપે તપાસ કરતા મૃતક ઘોઘંબા તાલુકાના વિરાપુરા ગામનો હોવાનું સામે આવ્યું હતું.

જેથી પોલીસે વીરાપુરા સરપંચના માધ્યમથી મૃતકના સ્વજનોને બનાવ અંગેની જાણ કરી હતી. તે દરમિયાન મૃતકના સ્વજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે કલ્પાત કરવા સાથે જ મૃતક જે સ્થિતિમાં બાઈક નીચે દબાયેલી હાલતમાં જોવા મળતા સ્વજનોએ મૃતકની હત્યા કરાયો હોવાના આક્ષેપ કર્યા હતા.

Advertisement

સ્વજનોએ જણાવ્યું હતું કે નાગજીભાઈ પાધોરા ખાતે એક મહિલાને મળવાનું જણાવી નીકળ્યા હતા. જોકે પોલીસ પ્રાથમિક તબક્કે આક્ષેપ અંગે તપાસ કરી હતી અને જેના બાદ નાગજીભાઈના મૃત્યુ અંગે ચોક્કસ કારણ જાણવા માટે તબીબ પેનલ પાસે પીએમ કરાવી વધુ તપાસ શરૂ કરી છે

  • લગ્નબાહ્ય સબંધો ના કારણે હત્યા કરાઇ હોવાનો પરિવારજનોનો આક્ષેપ
  • મૃતક જે સ્થિતિમાં બાઈક નીચે દબાયેલી હાલતમાં જોવા મળતા સ્વજનોએ મૃતકની હત્યા કરાયો હોવાના આક્ષેપ કર્યા
  • હત્યા ને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હોવાની લોકચર્ચા પરંતુ સાચુ કારણ PM રિપોર્ટ બાદ ખુલશે

Trending

Exit mobile version