Surat
સુરતમાં 56 કરોડથી વધુનું GST કૌભાંડ આચરનાર આરોપી ઝડપાયો
સુનિલ ગાંજાવાલા
સુરતનાં નાનપુરા ખાતે આવેલ મંગલમ કોમ્પ્લેક્ષના માલિકનું બોગસ આધારકાર્ડ બનાવી મોટું GST કૌભાંડ આચરનારને સુરતની ઇકોસેલ ટીમે ઝડપી પાડ્યો છે. આરોપીએ મંગલમ કોમ્પ્લેક્ષની 21 દુકાનોના બોગસ ભાડા કરાર બનાવીને જીએસટી રજિસ્ટ્રેશન નંબર મેળવી 13 જેટલી બોગસ પેઢીઓ બનાવી હતી અને તેના નામે બોગસ બિલિંગ વેપાર કરી સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડવા આવતું હતું ત્યારે ઇકોસેલે સરકારી તિજોરીમાં જીએસટી કૌભાંડ આચરનાર મુખ્ય સૂત્રધાર આદિલ બાજુબેર મુંબઈથી દુબઈ ભાગવા જઈ રહ્યો હતો.
ત્યારે ભારત છોડે તે પહેલા જ પોલીસે મુંબઈ એરપોર્ટ પરથી આરોપીને ઝડપી પાડી સુરત લઈ આવી છે.મળતી માહિતી મુજબ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ખોપાળા ગામના વતની અને હાલ ડભોલી ગામ સિલ્વર સ્ટોન વિલા ફ્લેટ નંબર A/701માં રહેતા બાબુભાઈ કાનજીભાઈ પટેલ નાનપુરા ખાતે આવેલા મંગલમ કોમ્પલેક્ષમાં ગત જાન્યુઆરી મહિનામાં સુરત જીએસટી વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી. જેમાં કોમ્પલેક્ષમાં દુકાનોના નામે કોઈક અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ભાડા કરાર બનાવી તેના નામે જીએસટી નંબર મેળવી સરકારી કરચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું.બોગસ બિલ્ડિંગ કૌભાંડમાં બાબુભાઈ પટેલે તેમની કોઈપણ દુકાનો ભાડે આપી નહીં હોવાનું જણાવતા જીએસટીની તપાસ દરમિયાન ઠગબાજોએ બાબુભાઈ પટેલની મંગલમ્ કોમ્પલેક્ષની દુકાનોના લાઈટબિલો મેળવીને તેમના નામે મોટા વરાછા સુમેરુ સિટી મોલ અને શાંતિનિકેતન મિલકતના પણ માલિક બતાવી તેમના નામનું બોગસ આધાર કાર્ડ બનાવ્યું હતું. જેમાં કોઈક ત્રાહિત વ્યક્તિઓનો ફોટો લગાવી બોગસ ભાડા કરાર ઊભા કર્યા હોવાનું બહાર આવ્યું હતું.