Chhota Udepur
ઘરફોડ ચોરીના ૧૭ જેટલા ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
છોટાઉદેપુર જિલ્લામાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર એક રીઢા ગુનેગાર ઝડપાય ગયો છે. છોટાઉદેપુર એલસીબીને આ રીઢા ગુનેગાર ને ઝડપી લેવામાં સફળતા મળી છે. છોટાઉદેપુર જિલ્લાનાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ રીઢા ગુનેગારે ૧૭ જેટલી ઘરફોડ ચોરી કરી હતી. છોટાઉદેપુર એલસીબીને રીઢા ગુનેગાર નગરસિંગભાઇ ઉર્ફે નાગરાજ કનીયાભાઇ રાઠવા વિશે પાકી બાતમી મળી હતી.
આ નગરસિંગભાઇ રાઠવા ભુમસવાડા ગામનો રહેવાસી છે. જે હાલ છોટાઉદેપુર ડેપો સામે આવેલ છે જેવી બાતમી મળી હતી એલસીબી પોલીસની ટીમે સત્વરે આરોપી હાજર હતો તે સ્થળે ધસી ગઈ અને આરોપીની ધરપકડ કરી એલસીબી પોલીસે તેને છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની તજવીજ હાથ ધરી છે.