Gujarat

ધોળાવીરા – સફેદ રણ (લાઈટ ડેઝર્ટ)ને પાવન કરતા શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ…

Published

on

(અવધ એક્સપ્રેસ-ભુજ-તા.૧૬)

ધોળાવીરા (હડપ્પીય સંસ્કૃતિ) તથા ધોરડો એ ગરવા ગુજરાતની ગૌરવાન્વિત કરનારી કલાની ધરતી છે. કચ્છનું ધોરડો વૈભવશાળી રજવાડી ઈતિહાસ ધરાવે છે. તે શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ તરીકે સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે. રણમાં સૂર્યાસ્તનો અદ્ભૂત નજારો નિહાળવો એ પ્રવાસીઓ માટે એક લ્હાવો છે. ધોરડોએ ગુજરાતના સાંસ્કૃતિક વારસાને વાચા આપી છે.

Advertisement

કચ્છની સરહદનું અંતિમ ગામ ધોરડો કે જે 400 વર્ષ જૂનું ગામ છે અને એશિયાના સૌથી મોટા ઘાસિયા મેદાન બન્ની વિસ્તારમાં વસેલું છે.

કચ્છના ધોરડો ગામ પૂરું થાય પછી તરત ખુલ્લું રણ આવી જાય છે. જયાં વર્ષો કે સદીઓ પહેલાં મહાસાગર ઘૂઘવતો હતો તે જમીન હાલ વેરાન જમીન બની ગઈ છે. પરંતુ આજે પણ આ જમીન પર દરિયાનું ખારું પાણી પહોંચી આવે છે. આ સાથે જ આ જમીન પર દરિયાઈ ખારાશ અને પાણી ફરી વળે છે. આ ખારાશ અને દરિયાઈ પાણીમાં ચોમાસામાં વરસાદનું મીઠું પાણી ઉમેરાય છે. બસ ખારું અને મીઠું પાણી મિક્ષ થાય તેમાંથી સબરસ પેદા થાય છે. મીઠું અને શિયાળાની કડકડતી ઠંડી બંને થીજાવી નાંખે છે. આમ, તૈયાર થાય છે કચ્છનું પ્રસિદ્ધ સફેદ રણ.

Advertisement

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદોધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં ધોળાવીરા તેમજ ધોરડો મુકામે “શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ” અંતર્ગત ત્રિદિવસીય સત્સંગ શિબિરનું હર્ષોલ્લાસભેર આયોજન કરવામાં આવ્યું હતું.

ધોળાવીરા અને ધોરડોમાં જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજ સંતમંડળ તેમજ હરિભક્તોના વિશાળ સમુદાય સહિત પધારી હડપ્પીય સંસ્કૃતિની નોંધ લીધી હતી અને પાવન કર્યું હતું.

Advertisement

પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ શ્રી હરિકૃષ્ણ મહારાજ સહિત કચ્છી કલા સંસ્કૃતિથી શણગારેલ કેમલ સફારીમાં બિરાજમાન થયા હતા તેમજ સંતો હરિભક્તોએ સમૂહ ધૂન, ભજન કરતાં કરતાં સફેદ રણ (લાઈટ ડેઝર્ટ) પધારી પુનિત પદાર્પણથી પાવન કર્યું હતું.  પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે ધોરડો સફેદ રણ મુકામે શ્રી હરિકૃષ્ણ મહારાજની સંધ્યા આરતી તેમજ સંધ્યા નિયમો પણ કરવામાં આવ્યાં હતાં.

 

Advertisement

ધોરડો મુકામે “શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ” અંતર્ગત ત્રિદિવસીય સત્સંગ શિબિરમાં  જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજની નિશ્રામાં સમૂહ પૂજા શિબિર, સત્સંગ પ્રશ્નોત્તરી, કથા વાર્તા, સમૂહ રાસ, જ્ઞાન સાથે ગમ્મત, ધ્યાન, યોગાસન વગેરે વિવિધ આધ્યાત્મિકસભર કાર્યક્રમો પણ યોજાયા હતા.

Advertisement

Trending

Exit mobile version