Ahmedabad
સ્વામિનારાયણના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજીએ યુગાન્ડા વાઈલ્ડ લાઈફ કંઝર્વેશન એજ્યુકેશન સેન્ટરને ૧૦ મિલિયન યુગાન્ડા શિલિંગનું કર્યું દાન
શ્રી હરિકૃષ્ણ મહારાજ સહ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજનું ઝૂ એન્ટેબે – યુગાન્ડા વાઈલ્ડ લાઈફ કંઝર્વેશન એજ્યુકેશન સેન્ટરને ૧૦ મિલિયન યુગાન્ડા શિલિંગનો ચેક અને વોટર ટેન્કોનું દાન…
યુગાન્ડા વાસીઓ દ્વારા ડાન્સથી સ્વાગત, વૃક્ષારોપણ, હાથી, શૂબિલ સ્ટોર્ક, ગેંડા, જિરાફ, સિંહ, વ્હાઈટ અને રેડ ટાઈગર, ચિમ્પાન્ઝિ વગેરેને અભયદાન…
આફ્રિકામાં લખલૂંટ કુદરતી સૌંદર્ય ચારેકોર પથરાયેલું છે. અહી વાઈલ્ડ લાઇફ સાફરીઝ, સી બિચીઝ અને પર્વતીય સૌંદર્યથી ભરપૂર છે. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, મણિનગર દ્વારા આફ્રિકાના જંગલોમાં વન્ય પ્રાણીઓના શિકારને રોકવા માટે ઝુંબેશ શરૂ કરાઈ છે. પૂર્વ આફ્રિકાના કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા જેવા દેશોના જંગલોમાં જંગલી હાથી, ગેંડા અને દીપડાની વસતી મોટા પ્રમાણમાં છે. ત્યાંના લોકો પૈસા માટે તેમનો શિકાર કરે છે.આફ્રિકન જંગલોમાં શિકાર અટકાવવા માટે તથા આ પ્રવૃતિને રોકવા માટે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા અલગ અલગ સેવાકીય અભિયાન શરૂ કરાયા છે.
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન વર્ષોથી જીવદયાના કાર્યો કરતું આવ્યું છે. આ સાથે દીપડાની પણ ત્યાંના જંગલોમાં ખુબ વસ્તી રહેલી છે. તેને સાચવતા લોકોને પણ અમે દર વર્ષે અનુદાન આપીએ છીએ તથા જંગલમાં રહેતા હાથી, ગેંડા, જિરાફ, સિંહ, વાઘ જેવા પ્રાણીઓના રક્ષણ તથા પુન:વસન માટેની પ્રવૃતિઓ પણ કરીએ છીએ.
શ્રી હરિકૃષ્ણ મહારાજ સહ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તથા સંતો – ભક્તો ઝૂ એન્ટેબે – યુગાન્ડા વાઈલ્ડ લાઈફ કંઝર્વેશન એજ્યુકેશન સેન્ટરમાં પધારી પુનિત ચરણારવિંદથી પાવન કરાયું હતું.
એન્ટેબે ઝૂ – યુગાન્ડા વાઈલ્ડ લાઈફ કંઝર્વેશન એજ્યુકેશન સેન્ટરના પ્રતિનિધિઓએ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તથા સંતો – ભક્તોનું ભક્તિભાવથી સ્વાગત કર્યું હતું. તથા શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે યુગાન્ડા વાઈલ્ડ લાઈફ કંઝર્વેશન એજ્યુકેશન સેન્ટરના પ્રતિનિધિઓની સાથે મળીને વૃક્ષારોપણ કર્યું હતું.
તથા શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય સ્વામીશ્રી મહારાજે એન્ટેબે ઝૂ – યુગાન્ડા વાઈલ્ડ લાઈફમાં રહેતા હાથી, ગેંડા, જિરાફ, સિંહ, વાઘ, ચિમ્પાન્ઝિ વગેરે પ્રાણીઓને અભયદાન તથા તેમનાં જીવનનિર્વાહ – રક્ષણ માટે ૧૦ મિલિયન યુગાન્ડા શિલિંગનો ચેક સહયોગી માધાપર – કચ્છના વેલજીભાઈ ઝીણાભાઈ ગોરસિયા એન્ડ સન્સ પરિવાર ઝેન્ટેક્ષ એન્ટર પ્રાઈઝીસ અને વોટર ટેન્કોના સહયોગી માંડવીના નારણભાઈ રવજીભાઈ વેકરીયા પરિવાર – ઘનશ્યામ હાર્ડવેર લિમિટેડ તરફથી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક તથા વિદેશી પર્યટકો પણ ઉપસ્થિત રહ્યા હતા.