Gujarat
સ્વામિનારાયણ ગાદીના આચાર્યે આફ્રિકાના સૌથી ઊંચા માઉન્ટેનની તળેટીમાં ૫૯મા જમ્હૂરી ડેની ધ્વજ લહેરાવી કરી ઉલ્લાસભેર ઉજવણી

- આફ્રિકામાં લખલૂંટ કુદરતી સૌંદર્ય ચારેકોર પથરાયેલું છે. અહીં વાઇલ્ડ લાઇફ સફારીઝ, સી બીચીઝ અને પવર્તીય સૌંદર્ય ભરપૂર છે.
- આફ્રિકાના સૌથી ઉંચા શિખર માઉન્ટ કિલિમાન્જારોની તળેટીમાં એમ્બોસેલી વાઈલ્ડ લાઈફ નેશનલ પાર્ક કેન્યામાં સૌથી લોકપ્રિય છે.
- “એમ્બોસેલી” નામ એક મસાઈ શબ્દ પરથી આવ્યો છે જેનો અર્થ છે “મીઠાની ધૂળ” અને નજીકમાં હાથીઓના મોટા ટોળાં જોવા માટે તે આફ્રિકાની શ્રેષ્ઠ જગ્યાઓમાંની એક છે.
એમ્બોસેલી એ રાષ્ટ્રીય નેશનલ પાર્ક છે. એમ્બોસેલી કેન્યામાં સૌથી વધુ મુલાકાત લેવાયેલ પાર્ક માનવામાં આવે છે, મુખ્ય કારણ એ છે કે કિલિમાન્જારોનું શિખર તેના પ્રદેશમાંથી દેખાય છે.
૧૨ ડિસેમ્બર ૧૯૬૩ના રોજ કેન્યાએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી હતી. આ સમયગાળા દરમિયાન શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપા પણ હાજર હતા. તેઓ પાંચમી વખત પૂર્વ આફ્રિકાના વિચરણાર્થે પધાર્યા અને ચાર મહિના સુધી અહીં સત્સંગ વિચરણ કર્યું હતું.
તે સમયે સ્વામીબાપાએ કેન્યાના રાષ્ટ્રપતિને આશીર્વાદ પાઠવા હતા. તેમણે કેન્યાને વિકટ પરિસ્થિતિથી મુક્ત કરવાના આશીર્વાદ આપ્યા હતા. કેન્યાના ૫૯ મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી શ્રી હરિકૃષ્ણ મહારાજ સહ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે સંતો અને હરિભકતો, માનવંતા મહેમાનોની ઉપસ્થિતિમાં આફ્રિકાના સૌથી ઊંચા માઉન્ટેન કિલોમાન્જારોની તળેટી સમીપે એમ્બોસેલી નેશનલ પાર્ક કિમાના ગેટના પરિસરમાં ઉલ્લાસભેર કરવામાં આવી હતી.
આ પ્રસંગે બિગલાઈફ ફાઉન્ડેશનને મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન – શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ, નાઈરોબી દ્વારા આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ અને અગ્રણી હરિભક્તોએ Dr. Benson Leyian, CEO BIG LIFE FOUNDATION (chief guest) and Mr.Daniel kipkosgei- senior warden amboseli national park ને ૩,૪૦,૦૦૦ શિલિંગનું દાન કરીને દેશભક્તિ પ્રદર્શિત કરી હતી. રાષ્ટ્રીય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિકો, વિદેશી પર્યટકો પણ ઉપસ્થિત રહ્યા હતા.