Ahmedabad
પૂર્વ આફ્રિકાના રાષ્ટ્રોમાં પાવનકારી વિચરણ કરી ભારતમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્યનું જાજવલ્યમાન સ્વાગત કરાયું

ભારતમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સંત-ભક્ત મંડળ સહ ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ મણિનગર પધાર્યા છે. પોણા બે માસ પર્યંત પૂર્વ આફ્રિકાના કેન્યા, યુગાન્ડા અને ટાન્ઝાનિયા વગેરે રાષ્ટ્રોના વિવિધ મહાનગરોમાં તેઓશ્રીએ અધ્યાત્મસભર પાવનકારી સત્સંગ વિચરણ કરી તથા “ગુરુદેવ શ્રી મુકતજીવન સ્વામીબાપા પૂર્વ આફ્રિકા પાદાર્પણ અમૃત મહોત્સવ તથા શ્રી સ્વામિનારાયણ મંદિર નાઈરોબી ૭૦ મો પટોત્સવ”ની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરી સ્વદેશ ભારત પધાર્યા છે.
નાઈરોબી જોમો કેન્યાટા આંતરરાષ્ટ્રીય હવાઈમથકેથી એર ઈન્ડિયા એરવેઝમાં બિરાજમાન થઇ ભારતમાં ગુજરાત રાજયના સરદાર પટેલ ઇન્ટરનેશનલ હવાઈમથકે ઉતરાણ કર્યું હતું. અહીં પૂજનીય સંતો અને અગ્રણી હરિભક્તોએ હવાઈ મથકે પરમ પૂજય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજનું પુષ્પહાર ધારણ કરાવી પ્રેમાનંદથી ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. ત્યાંથી મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિર પધારતાં સદ્ગુરુ સંતોએ જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજનું પુષ્પહારથી સ્વાગત કર્યું હતું
તથા પરમ પૂજય આચાર્ય સ્વામીશ્રી મહારાજ શ્રી હરિકૃષ્ણ મહારાજ સહ સ્યંદન – રથમાં બિરાજમાન થયા હતા. વિશ્વભરમાં સુપ્રસિદ્ધ સ્કોટીશ પાઈપ બેન્ડ શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડે મધુર સૂરાવલી રેલાવી હતી. સંતો-હરિભક્તો સહ મંદિરના ગર્ભગૃહમાં પધાર્યાહતા. ત્યારબાદ પરમ પૂજય આચાર્ય સ્વામીશ્રી મહારાજે શ્રી ઘનશ્યામ મહારાજની સંધ્યા આરતી, દર્શન, ભેટણ લીલા વગેરે સ્વાગત કાર્યક્રમો યોજાયા હતા.