Connect with us

Kheda

અદાણી કંપનીએ ચૌમાસા ઠાસરા ની ઘોર ખોદી (મોદી મિત્ર હોવાથી લોકો ચૂપ)

Published

on

Adani company excavated Chaumasa thasara (people keep quiet as Modi is a friend)

(અનવર અલી સૈયદ દ્વારા)

ખેડા જિલ્લાના ઠાસરા શહેર માં ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ કંપની ના કોન્ટ્રાકટરો ની બેદરકારી જોવા મળી.. કોઈપણ જાતની પરમીશન વિના ભરચૌમાસા માં કરવામાં આવેલ આ ખોદકામ નગરજનો માટે જોખમરૂપ છે અદાણી કંપનીની ધાક બતાવી કોન્ટ્રાકટરે મજૂરોને શહેર ના રસ્તા ખોદી નાખવા હુકમ કરતાં ગટર,પાણીની પાઈપ લાઇન તોડી નાખી આડેધડ ખોદી નાખવામાં આવ્યું છે ગેસ લાઇન જેવો મહત્વ નો પ્રોજેકટ હોય નગરજનોની સુરક્ષાનો ગંભીર પ્રશ્ન હોય આ લાઇન નાખવામાં આવે ત્યારે એન્જિયર હાજર હોવા જોઇયે નગરપાલિકાની પરમીશન અને નક્શો હોવો જોઇયે તેના બદલે કોંટ્રાકટરે માત્ર ડિપોઝિટ ભરી વડાપ્રધાન ના મિત્ર ની કંપની છેAdani company excavated Chaumasa thasara (people keep quiet as Modi is a friend)

.એટ્લે સામાન્ય નગરજન કે સત્તાપક્ષ પણ અવાજ ઉઠાવશે નહીં તેમ સમજી? ઠાસરા શહેર ને નર્કાગાર બનાવી દીધું છે પાઇપલાઇન નાખવા માટે રસ્તા ઉપર આડેધડ ખોદકામ કરવામાં આવી રહ્યું છે. પાઇપલાઇન નાખ્યા બાદ યોગ્ય રીતે પૂરણ કરવામાં ન આવતાં ઠેર ઠેર ભુવા પડ્યાં છે.. ચંદાસર માર્ગ થી લઇ સચ્ચિદાનંદ શાંતિ નિવાસ આશ્રમ તેમજ રોહિતવાસ જૂના ખ્રિસ્તી ફળિયા કોઠારી ફળિયા હુશેની ચોક નાના સૈયદવાડા વાળંદ ફળિયા જામજી ફળિયા પીપલ વાળા રોડ સરકારી દવાખાના તરફ નાં માર્ગો પર મસ મોટા ભૂવા પડ્યાં છે. આ વિસ્તારો માં ગેસ ની પાઇપલાઇન નાખવાં માટે ખોદકામ કરવામાં આવી રહ્યું છે. પાઇપલાઇન નાખવાં માટે RCC રસ્તાઓ તેમજ બ્રેવર બ્લોક કાઢી ખાડા ખોદવામાં આવ્યા છે.. પાઇપ લાઇન નાખ્યા બાદ માત્ર માટી પુરી જવાબદારોએ હાથ ખંખેરી લેતા નગરજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહીછે મુખ્ય બજાર માં સમજુ વેપારીઓએ નગરજનોની અને બહાર થી આવતા ગ્રાહકો ની સલામતી માટે ખાડાઓ ની આસપાસ લાકડી પર કાપડ બાંધી ભયજનક રસ્તો હોવાના સૂચક નિશાન મૂક્યા છે .Adani company excavated Chaumasa thasara (people keep quiet as Modi is a friend)
શીયાળો અને ઉનાળો આરામ કર્યા બાદ ચૌમાસામાં ખોદકામ સરુ કરવામાં આવતા નગરજનોમાં રોષ વ્યાપી ગયો હતો ચૌમાસામાં કામ કરવાની પરમીશન શંકાશીલ બાબત છે ઠાસરા નગર પાલિકા દ્વારા વરસાદી સિજનમાં શહેર ના જાહેર રસ્તા ઉપર ખોદકામ ના કરવા બાબતે અદાણી નાં કર્મચારીઓ ને વારંવાર નોટિસ ફટકારવામાં આવી છે(મોદી ના મિત્રની કંપની હોવાથી પાલિકાને કોઈ ગાંઠતું નથી) છતાં અદાણી નાં કોન્ટ્રાકટર દ્વારા ખોદકામ ચાલું રાખતા શહેરનાં ફળિયાઓનાં રસ્તાઓ પર ખાડા અને ભૂઆં પડ્યાં.. જેના કારણે બાળકો મહિલાઓ વૃદ્ધો વાહન ચાલકો તેમજ રાહદારીઓ સારીરિક તેમજ આર્થિક નુકસાન ભોગવી રહ્યાં છે. રસ્તા ઉપર ના ખાડા નગરજનો માટે કબર જેવા છે
અત્રે ઉલ્લેખનીય છેકે કોંટ્રાક્ટરે ગેસ પાઈપ લાઇન નાખવાનો ઇજારો રાખ્યો છે કે તાલુકા પંથક ના નગરજનોને હેરાન કરવાનો

Advertisement
error: Content is protected !!