Surat

અદાણી ફાઉન્ડેશન, હજીરાએ કરી “ટીબી મુક્ત ઉમરપાડા” કાર્યક્રમની શરુઆત, 70 દર્દીને છ માસ માટે દત્તક લેવાયા

Published

on

સુનિલ ગાંજાવાલા

સુરત જિલ્લાના અંતરિયાળ ઉમરપાડા ખાતે તાલુકા આરોગ્ય કચેરી ઉમરપાડા અને અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા “ટીબી મુક્ત ઉમરપાડા” અંતર્ગત માજીમંત્રી અને ધારાસભ્ય ગણપતસિંહ વસાવા અને અદાણી હજીરા પોર્ટના મરીન સર્વિસના જનરલ મેનેજર કેપ્ટન આશિષ સિંઘલના હસ્તે ટીબીગ્રસ્ત દર્દીઓને ન્યુટ્રીશન કીટ આપવાનો પ્રારંભ કરાયો હતો. આ કાર્યક્રમમાં ઉમરપાડા તાલુકાના નિદાન થયેલા 70 ટીબી દર્દીઓને પ્રધાનમંત્રી નિક્ષય પોષણ યોજના અંતર્ગત ન્યૂટ્રીશન કીટનું વિતરણ થયું હતું.અદાણી ફાઉન્ડેશને આગામી છ માસ સુધી આ દર્દીઓને પોષક આહારથી ભરપૂર કીટ આપવામાં આવશે.અદાણી ફાઉન્ડેશને આગામી છ માસ સુધી આ દર્દીઓને પોષક આહારથી ભરપૂર કીટ આપવામાં આવશે.

Advertisement

આ પ્રસંગે ધારાસભ્ય ગણપતભાઈ વસાવાએ જણાવ્યું હતું કે અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા આદિવાસી વિસ્તારના ટીબીના દર્દીઓ માટે ઉમરપાડા વિસ્તારમાં કામગીરી શરૂ કરવામાં આવી છે જે બદલ અભિનંદન પાઠવ્યા હતા. પૌષ્ટિક ખોરાક ખાવાથી આ રોગ જલ્દી મટાડી શકાય છે તેમ જણાવીને ટીબીના દર્દીઓને આ ન્યુટ્રીશન કીટનું સેવન કરવાનો અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત ટીબીના દર્દીઓને ન્યુટ્રીશન કીટ આપવામાં આવશે. સાથે સાથ ગામોમાં ટી.બી. જનજાગૃતિ કાર્યક્રમ અને વોલ પેઈન્ટિંગ્સ દ્વારા ગ્રામજનોને જાગૃત કરવામાં આવશે.આજના કાર્યક્રમમાં અદાણી હજીરાપોર્ટના મરીન વિભાગના હેડ કેપ્ટન આશિષ સિંઘલ, ઉમરપાડા તાલુકા પંચાયતના પ્રમુખ રમેશ વસાવા, કારોબારી અધ્યક્ષ ગુલાબ વસાવા, કરણ વસાવા, રવીસિંહ ચૌધરી, શાંતિલાલ વસાવા, અમીષ વસાવા. આરોગ્ય વિભાગના ડૉ. નંદિતા બક્ષી, ડૉ.વિપુલ બરોડિયા, ડૉ.નવીન જૈન, ડૉ.વિશ્વા સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆતમાં ઉમરપાડા ઈન્ચાર્જ મેડિકલ ઓફિસર ડૉ.વિપુલ બરોડિયાએ ગ્રામજનોને ટીબી ટેસ્ટ કરાવવા માટે અપીલ કરી હતી જેથી નાનામાં નાના લક્ષણો પણ જોવા મળે અને તરત ઈલાજ પણ શરુ થઇ શકે. એમને ટીબી મુક્ત ગામના મિશન વિશે જાણકારી આપી હતી. ટીબી મુક્ત ઉમરપાડા કાર્યક્રમ હેઠળ તાલુકાના ચોખવાડા ગામ ખાતે ટી.બી. જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગામના સરપંચશ્રી સમેત 125 જેટલા ગ્રામજનોએ ભાગ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાયો હતો.

Advertisement

Trending

Exit mobile version