Vadodara
ખોવાયેલા મનોદિવ્યાંગ બાળકની બોલી ઉપરથી મળ્યુ સરનામું: પરિવાર સાથે કરાવાયું સુખદ મિલન
છેલ્લા દસેક દિવસથી પરિવારથી વિખૂટા પડી ગયેલા એક દિવ્યાંગ બાળકને તેમની બોલીની લઢણના આધારે ગામ અને પ્રાંતનું સરનામુ શોધી સમાજ સુરક્ષા વિભાગ દ્વારા પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું છે.
જજી.એ.સી.એલ ઍજ્યુકેશન સોસાયટીના સંચાલન હેઠળ ચાલતી નિયામક, સમાજ સુરક્ષા ખાતા દ્વારા પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ હેઠળના માનસિક ક્ષતિવાળા બાળકોમાં તાજેતરમાં એસ.એસ.જી હોસ્પિટલ ખાતેથી એક જાગૃત નાગરીક દ્વારા ૧૧૨ હેલ્પલાઇન નંબર પર ફોન કરીને જિલ્લા બાળ સુરક્ષા અમને જાણકારી આપી હતી કે એક બાળક છેલ્લા બે દિવસથી બીન વારસી હાલતમાં એસ.એસ.જી હોસ્પિટલ, વડોદરા ખાતે આવેલ બાળ રોગ વિભાગની બહાર બેસે છે. બાળકની માનસિક અને શારીરિક પરિસ્થિતિ વ્યવસ્થીત નથી, તેવી માહિતી આપી હતી.
જેથી જિલ્લા બાળ સુરક્ષા એકમના સ્ટાફ દ્વારા સ્થળ પર જઇને બાળકને રેસક્યુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બાળક માનસિક રીતે દિવ્યાંગ હોવાથી પોતાના વિશે કોઈ માહિતી આપી શકે તેમ ન હોવાને કારણે જિલ્લા બાળ સુરક્ષા એકમ ના સ્ટાફ દ્વારા બાળકની કળજી અને રક્ષણને ધ્યાનમાં રાખીને ચાઇલ્ડ વેલફેર કમિટી વડોદરાના આદેશથી સંસ્થા માનસિક ક્ષતિવાળા(દિવ્યાંગ) બાળકોના ગૃહ મૂકવામાં આવ્યો હતો.
આ સંસ્થા ખાતે બાળકને ખુબ સારી રીતે કાઉન્સલીંગ કરવામાં આવ્યું હતું. જેમા બાળકે પોતાનુ નામ અને ભરીયાગામનું નામ ખુબ મુશ્કેલીથી યાદ કરીને જણાવ્યું હતું. સંસ્થા દ્વારા બાળક ની બોલી પરથી ઉતર પ્રદેશનો હોય તેવું અનુમાન કરીને ઉત્તર પ્રદેશ માં આવેલ તમામ ભરીયા ગ્રામ પંચાયત સાથે સંપર્ક કરીને બાળક વિશે સંપૂર્ણ માહીતી ફોટા સાથે મોકલી આપી હતી.
અલીપુર મદોરા,જખણીયા, ગાજીપુર, ઉત્તર પ્રદેશથી બાળકનું ઘર મળી આવ્યું હતું. ત્યાંથી બાળકના કાકાનો સંપર્ક થયો હતો. જેમણે જણાવેલ કે બાળકના પિતા પરીવાર સાથે હાલ અંકલેશ્વર ખાતે રહે છે. તેના આધારે બાળકના પિતાનો સંપર્ક કરીને તેમને બાળકને લેવા માટે સંસ્થા ખાતે બોલાવ્યા હતા. બાળક ના પિતા આવેલ ત્યારે બાળક તેના પિતાને જોઇને ખુબ ભાવુક થઇ ગયો હતો અને પિતાને ગળે મળી રડવા લગ્યો હતો. બાળકના પિતા પણ પોતાના ગુમ થયેલ બાળકને ઘણા દિવસો પછી પાછો મેળવેલ હોય ખૂબ ભાવુક થઈ ગયા હતા અને બાળકના પિતાએ માહિતી આપી કે તા.૧૦/૦૭/૨૦૨૩ના રોજ આશરે રાત્રે ૦૯:૦૦ વર્ષના સમય આ બાળક નવી લઈ આપેલ સાઇકલ ચલાવા માટે ઘરેથી નીકળેલ અને ત્યારબાદ ઘરે પાછો ન ફરતા બાળક ની શોધખોળ શરૂ કરી હતી. નજીકના પોલિસ સ્ટેશન ખાતે બાળક ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવેલ હતી. આ પરિવારને માનસિક તણાવની પરિસ્થિનો સામનો કરી હતો.વધુમાં બાળકને શોધતા ઝગડિયા ચોકડી પાસે સી.સી.ટી.વી. છેલ્લા જોવા મળ્યો હતો. ત્યાર બાદ અધ વચ્ચે રસ્તામાં સાઈકલ છોડીને બાળક પગપાળા વડોદરા આવી ગયો હતો અને એસ.એસ.જી હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો. બાદમાં પરિવાર શોધવામાં કામગીરી સંસ્થાના પ્રયત્નો દ્વારા પરિવારને તેમનું બાળક પાછુ મેળવી આપ્યું હતુ. પરિવાર પોતાના બાળક ની સારી રીતે સાર સંભાળ કરી તેના માટે અને પરીવારનુ બાળક સાથે મિલન કરાવવા બદલ સંસ્થાનો ખુબ ખુબ આભાર વ્યકત કર્યો હતો. સંસ્થા દ્રારા જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને જીલ્લા બાળ ક્લ્યાણ સમિતિના આદેશ થી બાળકના જરૂરી આધાર પુરાવાની ચકાસણી કરી તેમના વાલીને સોપેલ હતા. આ કામગીરી સંસ્થાના સમાજ સુરક્ષા અધિકારી મયંક ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ તુષારભાઇ વસઇકર અને રાકેશભાઇ ચૌધરી દ્વારા કરવામાં આવી હતી.
અંકલેશ્વરના ઘરેથી નવી સાઇકલ લઇ નીકળી બાળક પગપાળા એસએસજી હોસ્પિટલ પહોંચી ગયું હતું
સમાજ સુરક્ષા ખાતા દ્વારા પરિવારનો સંપર્ક કરી બાળકના પિતા સાથે મિલન કરાવવામાં આવ્યું