Chhota Udepur
આદિવાસી એકતા પરિષદ નું સાંસ્કૃતિક એકતા મહાસંમેલન મહારાષ્ટ્ર નાં ધૂલિયા પિંપલનેર માં યોજાશે
આદિવાસી એકતા પરિષદ નું સાંસ્કૃતિક એકતા મહાસંમેલન મહારાષ્ટ્ર નાં ધૂલિયા પિંપલનેર માં યોજાશે
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
છેલ્લા બત્રીસ વર્ષ થી દર વર્ષે ૧૩/૧૪/૧૫ જાન્યુઆરી દરમિયાન આયોજિત થતું આદિવાસી એકતા પરિષદ નું સાંસ્કૃતિક એકતા મહાસંમેલન આ વર્ષે મહારાષ્ટ્ર નાં ધૂલિયા જિલ્લા નાં પિંપલનેર માં યોજાશે તેમ આદિવાસી એકતા પરિષદ સાંસ્કૃતિક એકતા મહાસંમેલન આયોજન સમિતિ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે તેમ આદિવાસી એકતા પરિષદ ગુજરાત નાં અધ્યક્ષ શનીયાભાઈ રાઠવા એ જણાવ્યું હતું.
આદિવાસી એકતા પરિષદ દ્વારા ગુજરાત, દાદરા નગર હવેલી,મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન આમ પાંચ રાજ્યોમાં વારાફરતી આયોજિત કરવામાં આવે છે જેમાં ખાસ કરીને આદિવાસી વસ્તી ધરાવતા રાજ્યો ઉપરાંત આદિવાસી વસ્તી ધરાવતા અન્ય દેશો નાં પ્રતિનિધિ સહિત વિશ્વભરમાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે.
છેલ્લા યોજાયેલા પાંચ સાંસ્કૃતિક એકતા મહાસંમેલન ની વાત કરીએ તો વર્ષ ૨૦૨૪ દાદરા નગર હવેલીના સેલવાસ ખાતે યોજાયું હતું જ્યારે વર્ષ ૨૦૨૩ માં ગુજરાત માં છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હમીરપુરા માં યોજાયું હતું, વર્ષ ૨૦૨૨ માં રાજસ્થાનના ધરીયાવદ ખાતે જ્યારે વર્ષ ૨૦૨૧ માં મધ્યપ્રદેશ નાં ઝાબુઆ નજીક નાં બિલીડોજ ખાતે તથા વર્ષ ૨૦૨૦ માં મહારાષ્ટ્ર નાં પાલઘર ખાતે યોજાયું હતું.
આમ આદિવાસી એકતા પરિષદ આંતરરાષ્ટ્રિય સાંસ્કૃતિક એકતા મહાસંમેલન દ્વારા છેલ્લા બત્રીસ વર્ષ થી એક વૈચારિક આંદોલન ચલાવી રહ્યૂ છે, જે આદિવાસી એકતા, અસ્મિતા, આત્મસમર્પણ, આત્મસન્માન કલા, સંસ્કૃતિ, પરંપરાઓ, ઈતિહાસ, સ્વાવલંબન,સહઅસ્તિત્વ, સહકાર્ય, અને પ્રકૃતિ- સુરક્ષા, અને માનવમુક્તિ પ્રકૃતિમુકિત નો સંદેશ આપતા આદિવાસી એકતા પરિષદ ના આ આંતરરાષ્ટ્રિય સાંસ્કૃતિક એકતા મહાસંમેલન માં છોટાઉદેપુર જિલ્લામાંથી પણ હજારો ની સંખ્યામાં લોકો ઉમટી પડશે તેમ છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી એકતા પરિષદ ના કાર્યકર વાલસિંગભાઈ રાઠવા એ જણાવ્યું હતું.