Uncategorized
આદિવાસી એકતા પરિષદ નું રાજ્ય કક્ષાના સાંસ્કૃતિક એકતા સંમેલન વાલપુરા ખાતે યોજાશે
પ્રતિનિધિ, કાજર બારીયા
અવધ એક્સપ્રેસ, તા.૩
આદિવાસી એકતા પરિષદ દ્વારા દર વર્ષે ૧૩ /૧૪/૧૫ જાન્યુઆરી એ આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન છેલ્લા ૩૨ વર્ષ થી આયોજિત કરવામાં આવે છે.
સામાજિક રીતે યોજાતુ આ આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન પહેલાં જાન્યુઆરી મહિનામાં જ એક રાજ્ય કક્ષાના સાંસ્કૃતિક એકતા સંમેલન નું પણ આયોજન કરવામાં આવે છે જે આ વર્ષે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી નજીક ના વાલપુરા એકલવ્ય તીરંદાજી એકેડેમી ખાતે યોજાનાર હોય જેની શરૂઆત એપીએમસી માર્કેટ નસવાડી ખાતે થી સવારે ૧૦ વાગ્યે આદિવાસી સાંસ્કૃતિક એકતા રેલી યોજાશે જે વાલપુરા એકલવ્ય તીરંદાજી એકેડેમી સ્થિત સભા સ્થળે પહોચશે,જેની પૂરજોશમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે, છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી તાલુકામાં પહેલીવાર યોજાનાર આ સાંસ્કૃતિક એકતા રાજ્ય કક્ષાના આ આદિવાસી સાંસ્કૃતિક સંમેલન માં ગુજરાતભરમાં થી મોટી સંખ્યામાં આદિવાસીઓ ઉમટી પડશે અને તેના માટે અહીં નાં સ્થાનિક કાર્યકરો એકમેક થઇ ને તૈયારીઓ માં લાગી રહ્યા છે તેમ આદિવાસી એકતા પરિષદ ગુજરાત નાં અધ્યક્ષ શનીયાભાઈ રાઠવા એ જણાવ્યું હતું.