Panchmahal
આદિવાસી જનજાગૃતિ સમિતિ પંચમહાલ દ્વારા ગમીરપુરા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

(જગદીશ રાઠવા દ્વારા)
વિશ્વ આદિવાસી દિવસની ‘પ્રકૃતિને આપણે સાચવીશું તો પ્રકૃતિ આપણને સાચવશે’ ના સંદેશ સાથે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ગમીરપુરા(મઠ) ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો હતો હતો વિશ્વ આખું ગ્લોબલ વોર્મિંગ સામે ઝઝુમવા મથી રહ્યુ છે દિન-પ્રતિદિન વધતા પ્રદૂષણને અંકુશમાં લાવવાનાં વિવિધ પ્રયત્નો થઇ રહ્યા છે ત્યારે ધરતીનાં આભૂષણ સમા વૃક્ષોનાં નિકંદન સામે હવે જાગૃતિની શરૂઆત થઇ ચૂકી છે. જેમાં આદિવાસી જન જાગૃતિ સમિતિ (સુચિત) પંચમહાલ દ્વારા ઘોઘંબા પંથકના ગમીરપુરા મઠ ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો હતો અને બોરીયા, દામાવાવ, માલુ, ગલીબીલી, પાંચપથરા, દાંતોલ સહિત પંથકના ૩૫ ગામોમાં વૃક્ષારોપણ કરીને પ્રકૃતિમય ઉજવણી કરવામાં આવી હતી.
૨૯ મો વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી દર વર્ષે કરવામાં આવી 9 ઓગસ્ટ પૂર્વે જિલ્લાના વિવિધ ગામોમાં, પોતાના ઘરે, ફળિયામાં વૃક્ષારોપણ દ્વારા ઉજવણી કરાઇ હતી. આદિવાસી દ્વારા આ દિવસે ૧૦૦૦ છોડવા વાવવામાં આવ્યા હતા આ ઉપરાંત સમાજના આગેવાનો દ્વારા વૃક્ષો એ પર્યાવરણનું આવશ્યક અને અગત્યનો ભાગ છે. વૃક્ષોનું જતન કરવું એ આપણા તમામની ફરજ છે તેમ જણાવી ઉપસ્થિત તમામને વૃક્ષો વાવી તેનું જતન કરવા આહવાન કર્યું હતું. આ કાર્યક્રમમાં રમેશભાઈ રાઠવા- ચેરમેન પંચમહાલ જિલ્લા શિક્ષણ સમિતિ,ભરત રાઠવા- સામાજિક આગેવાન, મહેન્દ્રભાઈ રાઠવા સરપંચ ગમીરપુરા,રાકેશભાઈ રાઠવા – સામાજિક આગેવાન, મુકેશભાઈ રાઠવા દાઉદ્રા સરપંચ તાલુકા ભરમાંથી સરપંચો, સામાજીક તથા રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં નાગરીકો ઉપસ્થિત રહી આ અભિયાનને આગળ વધારી વધુમાં વધુ વૃક્ષારોપણ કરીશું તેવો સંકલ્પ લીધો હતો અને ઘોઘંબા ખાતે વિશ્વ આદિવાસી દિન નિમિત્તે તંત્ર દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં વહીવટી તંત્ર દ્વારા આદિવાસી જનજાગૃતિ સમિતિનું ને પ્રશસ્તિ પત્ર આપી સમિતિનું સન્માન કરાયું હતું.