Gujarat

પાલ્લામાં વીજળી પડવાથી બળદ ગુમાવનાર ખેડુતને આદિવાસી યુવા સમિતિએ આર્થિક મદદ કરી

Published

on

ઘોઘંબા આદિવાસી યુવા સમિતિની પ્રશંશનીય કામગીરી પાલ્લા ગામે વીજળી પડવાથી બળદ ગુમાવનાર ખેડૂતને 30,000 ની મદદ કરી હતી આદિવાસી સમાજના ભામાશા ગણાતા ડોક્ટર જયરામ રાઠવાનો સિંહફાળો ઘોઘંબા તાલુકાના પાલ્લા ગામે 25 જૂનના રોજ વાવાઝોડા સાથે આવેલા વરસાદમાં કોબા ફળિયામાં રહેતા રંગીતભાઈ ગમસિંગ રાઠવાના કોઢીયા ઉપર વીજળી પડતા બે બળદ તથા પાલતુ કુતરાનુ મોત થયું હતું. બળદ મરી જતા ખેડૂત આર્થિક અને માનસિક રીતે તૂટી ગયો હતો. ખેતી ઉપર નભતો ખેડૂત બળદ વિના ખેતી કેમ કરવી તેના વિચારોમાં ગુમસુમ રહેવા લાગ્યો આ બાબતની જાણ ઘોઘંબા આદિવાસી યુવા સમિતિના પ્રમુખ મહેન્દ્રસિંહ રાઠવા અને સામાજિક કાર્યકર વિજયભાઈ રાઠવા ને થતા તેમણે સમાજના ખેડૂતને મદદ કરવા માટે ઝુંબેશ ઉપાડી સોશિયલ મીડિયામાં યુવાનોને મદદ કરવા હાકલ કરી

સમાજના યુવાનોએ ફૂલ નહીં અને ફૂલની પાંખડી મદદ કરી ટીપે ટીપે સરોવર ભરાય તેમ જોતજોતામાં 19000 જેટલી રકમ ભેગી થઈ ગઈ બજારમાં બળદ ની કિંમત પૂછતાં 30,000 માં બળદ આવતો હોય સમાજના યુવાનો મદદ માટે આદિવાસી સમાજના ભામાશા તરીકે ઓળખાતા અને સમાજસેવામાં અગ્રેસર રહેતા ડોક્ટર જયરામ રાઠવા તથા રોહિણી રાઠવા ને મળી આ ખૂંટતી રકમ વિષે વાત કરતાં ડોક્ટર ફેમિલીએ બાકી પડતી રકમ આપી ખેડૂતને પગભર કરવા મહત્વનો ફાળો આપ્યો હતો આજે આદિવાસી યુવા સમિતિના પ્રમુખ મહેન્દ્રભાઈ રાઠવા આગેવાન ગુલસિંહ રાઠવા તથા સમિતિના યુવાનો ૩૦ હજારની રકમ બળદ લેવા માટે ખેડૂતના હાથમાં આપી હતી સમાજના યુવાનોએ સંકટ સમયમાં મદદે આવતા ખેડૂતની આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા અને ગડગડા અવાજે આદિવાસી યુવા સમિતિ નો આભાર માન્યો હતો યુવાનોની આ સેવાને સમાજના વડીલો આગેવાનોએ બિરદાવી હતી

Advertisement

Trending

Exit mobile version