Uncategorized
બોડેલી વકીલ મંડળના પ્રમુખ તરીકે એડવોકેટ લલિતભાઈ ચોથી વખત વિજેતા
(પ્રતિનિધિ કાજર બારીયા)
બોડેલી વકીલ મંડળના પ્રમુખ તરીકે લલિતભાઈ રોહિત સતત ચોથી ટર્મ પ્રમુખ બનતા તમામ વકીલો એ વધાવી લીધા
આજે બોડેલી સેવાસદન કોર્ટે ખાતે વકીલ મંડળની ચૂંટણી યોજાઈ હતી જેમાં બોડેલી વકીલ મંડળના હોદ્દેદારોમાં પાંચ હોદ્દેદારો બિનહરીફ જાહેર થયા હતા જેમાં ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં પ્રકાશભાઈ રોહિત જંગી બહુમતીથી વિજેતા થયા હતા 50 કરતાં વધુ વોટ થી પ્રકાશભાઈ વિજેતા થતા વકીલ ભાઈઓમાં ખુશી જોવા મળી હતી જેમાં
મંત્રી તરીકે એડવોકેટ મોહસીન ભાઈ મનસુરી બિનહરીફ જાહેર થયા સેક્રેટરી જોઈન સેક્રેટરી ખજાનચી સહિતના હોદ્દા બિનહરીફ જાહેર થયા બોડેલી વકીલ મંડળના પ્રમુખ તરીકે લલીતભાઈ રોહિત વિજેતા થતા તમામ વકીલોએ તેમને વધાવી લીધા હતા
આજ રોજ બોડેલી વકીલ મંડળની ચૂંટણી હતી બોડેલી વકીલ મંડળ ના એક વર્ષ માટે નવા હોદેદારો માટે યોજાયેલી ચૂંટણી માં સતત ચોથા વર્ષે લલિત ચંદ્ર ઝેડ. રોહિત વિજેતા બન્યા છે. ઉપપ્રમુખ માટે પ્રકાશભાઈ રોહિત મંત્રી તરીકે મોહસીન ભાઈ મંસુરી, સહમંત્રી તરીકે કમલસિંહ ભાઈ મહારાઉલ ,ખજાનચી તરીકે સલમાનભાઈ રાઠવા અને લાઇબ્રેરીયન તરીકે આશાબેન ઠક્કર વિજેતા જાહેર કરવામાં આવ્યા છે તમામ વકીલોમાં એક ઉત્સાહ અને ખુશી જોવા મળી હતી અને ડીજે વગાડીને અને ફુલહાર પહેરાવીને ખુશી વ્યક્ત કરી હતી બોડેલી સેવા સદન ખાતે ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ જેમાં પ્રકાશભાઈ રોહિત જંગી બહુમતીથી વિજેતા થયા હતાં