Gujarat
ખાતમુહૂર્ત બાદ સરકાર ઓરડા બનાવવાનું ભૂલી ગઈ!
(અવધ એક્સપ્રેસ દ્વારા)
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના કાંટુ ગામે આંબાખાખર ફળિયા પ્રાથમિક શાળામાં ૧ વર્ષ જેટલો સમયથી પણ સરકાર દ્વારા શાળાનું બિલ્ડિંગ જ બનાવ્યું નથી. હાલ તો વિદ્યાર્થીઓ બહાર બેસી અથવા ખાનગી મકાન કે પછી એક જ ઓરડામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. ૧ વર્ષ જેટલો સમયગાળો થઈ ગયો હોવા છતાં પણ હજુ સુધી શાળાનું બિલ્ડીંગ બન્યું નથી. સરકાર દ્વારા આદિવાસી વિસ્તારના શિક્ષણના મોટા મોટા દાવા કરે છે પણ સરકારના દાવા પોકળ સાબિત થયા છે શાળામાં ધારાસભ્ય ના હસ્તે ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું અને હાલ ખોદવામાં આવેલ પાયા ના ખાડા ખંડેર હાલતમાં ફરી ગયા છે જો કોઈ બાળક આમાં પડી જાય અને ખાડો જીવલેણ સાબિત થાય તો જવાબદાર કોણ તેવા ગ્રામજનોએ સવાલો પણ કરી રહ્યા છે,
ઘોઘંબા તાલુકાના કાંટુ ગામે આંબા ખાખર ફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં તારીખ ૩૦/૦૯/૨૦૨૩ના રોજ કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણના હસ્તે ખાતમુહૂર્ત ૧વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ સરકાર અને વહીવટી તંત્રને આદિવાસી બાળકો માટે બિલ્ડીંગ બનાવાવમાં રસ ન હોય એમ આજ દિન સુધી પ્રાથમિક શાળાની બિલ્ડિંગ બનાવવામાં આવી નથી જેના કારણે વિદ્યાર્થીઓ ખાનગી મકાનમાં અભ્યાસ મજબૂર બન્યા છે. વધુ માં ગ્રામજનોએ જણાવ્યું હતું કે જવાબદાર વહીવટી તંત્રને રજૂઆતો કરી હોવા છતાં પેટનું પાણી હલતું નથી અને સરપંચ દ્વારા કોન્ટ્રાકટરનો સંપર્ક સાધી વાત કરતા કોન્ટ્રાકટર જણાવ્યું હતું કે અમારી પાસે હાલ મટરિયલ અને કામમાં વપરાતા સાધનો પૂરતા ન હોવાથી અમારાથી હાલ દરેક જગ્યાએ પહોંચી વળાય તેમ નથી,તેમ કહી ગલ્લા તલ્લા કરી છટકી જતા હોવાનું જણાવ્યું હતું એક તરફ સરકાર દાવા કરે છે કે, આદિવાસી વિસ્તારમાં કરોડો રૂપિયા ગ્રાન્ટ ફાળવી આદિવાસી બાળકો માટે અદ્યતન સુવિધા ધરાવતી બિલ્ડિંગો બનાવવામાં આવી છે. પરંતુ સરકારના આ દાવા પોકળ સાબિત થાય છે.
એક તરફ સરકાર જ્ઞાન શક્તિ, સ્કૂલ ઓફ એક્સલન્સ, રક્ષા શક્તિ, જ્ઞાન સેતુ જેવી શાળાઓ માટે કરોડો રૂપિયા ફાળવી નવી શાળાઓ બનાવવાની વાત કરી રહ્યા છે, જ્યારે પંચમહાલ જિલ્લામાં ૧ વર્ષથી પણ વધુ સમય થઈ ગયો, આજદિન સુધી શાળાનું મકાન બન્યું નથી. જેનાં કારણે આદિવાસી વિસ્તારમાં બાળકો આજે પણ ખાનગી મકાનમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. ત્યારે સવાલ થાય છે સરકારને કેમ નથી આદિવાસી વિસ્તારમાં શાળાના બિલ્ડિંગ બાંધવામાં રસ. કેવી રીતે ભણશે આદિવાસી બાળકો. ૭ દિવસની અંદર ઓરડાનું બાંધકામ શરૂ કરવામાં ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી શાળાને તાળાબંદી કરવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી
સળગતા સવાલ
– ખાતમુહૂર્તના ૧ વર્ષ બાદ પણ ઓરડા કેમ ન બન્યા?
– શું ખાતમુહૂર્ત બાદ સરકાર ઓરડા બનાવવાનું ભૂલી ગઈ?
– શું આવી રીતે ભણશે ગુજરાત?
– જનપ્રતિનિધિઓને આ સ્કૂલ દેખાતી કેમ નથી?
– શું સ્કૂલમાં ઓરડા શરૂ કરાવવામાં જનપ્રતિનિઓને રસ જ નથી?
– બાળકો ક્યાં સુધી ખાનગી મકાનમાં અભ્યાસ કરશે?
-કાંટુ (આંબાખાખર ફળિયા) પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ ખાનગી મકાનમાં અભ્યાસ કરવા મજબૂર
– ગ્રામજનોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી શાળાને તાળાબંદી કરવાની ચીમકી ઉચ્ચારી