Surat

નવી જંત્રી બાદ સુરતમાં માત્ર બે મહિનામાં જ રૂ. 619 કરોડ સ્ટેમ્પ ડ્યુટીની આવક થઈ

Published

on

(સુનિલ ગાંજાવાલા દ્વારા સુરત)

જંત્રીના ભાવ વધારાની જાહેરાતે ગુજરાત સરકારની તિજોરી છલકાવી દીધી છે. સરકારને આખા નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩માં સ્ટેમ્પ ડ્યૂટી પેટે 1202 કરોડ આવક થઈ અને તેમાં ફક્ત બે મહિનામાં જ(નવી જંત્રીની જાહેરાત પછીના) અડધો અડધ રૂ.619 કરોડ જેટલી માતબત આવક થઈ છેનવી જંત્રીની જાહેરાત પછી 14મી એપ્રિલ સુધી સુરતની 18 સબ-રજીસ્ટ્રાર કચેરીમાં 62152 દસ્તાવેજોની નોંધણી થઈ હતી.છઠ્ઠી ફેબ્રુઆરી 2023ના રોજ જંત્રીના ભાવમાં બમણો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જંત્રીના ભાવમાં એકાએક બમણો વધારો કરી દેવાતા રાજ્યભરમાં ભારે હોબાળો મચ્યો હતો. રિઅલ એસ્ટેટ સાથે સંકળાયેલા તમામ દોડતાં થઈ ગયા હતા. બિલ્ડરોએ ભેગા મળી સરકારને રજૂઆત કરતાં નવી જંત્રીનો અમલ 14મી એપ્રિલ સુધી મોકૂફ રાખવામાં આવ્યો હતો.

Advertisement

એટલે જૂની જંત્રીના ભાવે દસ્તાવેજની નોંધણી કરાવી લેવા મિલકતધારકોએ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં લાઈન લગાડી દીધી હતી. સરકારે એપોઇમેન્ટની સંખ્યા પણ વધારવી પડી હતી. જંત્રી વધારાની આ જાહેરાતે સરકારની તિજોરી છલકાવી દીધી હોવાનું ચિત્ર તૈયાર થયું છે.માત્ર સુરત જિલ્લાની વાત કરીએ તો સુરતની 18 સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં 11મી ફેબ્રુઆરીએ નવી જંત્રીની જાહેરાત અને ત્યારબાદ 14મી એપ્રિલ સુધી મોકૂફીના સમયગાળા દરમિયાન 62152 મિલકતના દસ્તાવેજની નોંધણી થઈ હતી. સ્ટેમ્પ ડ્યૂટી અને નોંધણી ફી પેટે 619 કરોડ રૂપિયાની આવક થઈ હતી. બીજી તરફ નાણાંકીય વર્ષ 2022-23માં સરકારને આખા વર્ષ દરમિયાન 1202 કરોડ રૂપિયાની આવક થઈ હતી. તેની સામે જંત્રીના ભાવ વધારાની જાહેરાત બાદ માત્ર બે મહિના જ 619 કરોડની આવક એટલે વિતેલા બે મહિનામાં જ અડધો અડધ આવક થઈ છે.

Advertisement

Trending

Exit mobile version