Dahod
સફાઈકર્મી ના મૃત્યુ બાદ પરિવારજનોને નોકરી આપવાની માંગ

(પંકજ પંડિત દ્વારા ઝાલોદ)
ઝાલોદ નગરપાલિકાના બે સફાઈ કર્મચારીનું મૃત્યુ થતાં તેમના પરિવારજનોને નોકરી આપવા સફાઈ કર્મચારીઓ દ્વારા મામલતદાર કચેરી અને નગરપાલિકા ખાતે અરજી આપવામાં આવી 2018 થી 2023 સુધીના ઇ.પી.એફનાં નાણાની પણ માંગણી કરાઈ
ઝાલોદ નગરપાલિકાના બે સફાઈ કર્મચારીઓ ( 1 ) રમેશભાઈ રમણભાઈ ( 2 ) મુકેશભાઈ બાલુભાઇ જે રોજમદાર તરીકે ઝાલોદ નગરપાલિકામાં ફરજ નિભાવતા હતા. જે તે સમયે બંને કર્મચારીઓને રોજમદાર તરીકે નોકરી કરતા હતા પરંતુ આજ દિન સુધી બંને કર્મચારીઓને સરકાર દ્વારા કે નગરપાલિકા દ્વારા કોઈ લાભ મળેલ નથી.
તો આ પરિવારના સદસ્યોને રહેમરાહે નોકરી આપવા માટે સફાઈ કર્મચારીઓ દ્વારા લેખિતમાં માંગ કરેલ છે. તેમજ ૨૦૧૮ થી ૨૦૨૩ સુધીના ઇ.પી.એફનાં નાણાં નગરપાલિકાને વારંવાર કર્મચારીઓ દ્વારા માંગણી કરેલ હોવા છતાય કોઈ સુનવાઈ થયેલ નથી તેમજ નગરપાલિકા નવું મહેકમ મંજુર કરે તેવી પણ માંગ સફાઈ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે.
સફાઈ કર્મચારીઓ દ્વારા લેખિત અરજીને બે દિવસમાં ધ્યાનમાં લેવાં માંગ કરેલ છે. જો આ અરજીને ધ્યાનમાં લેવામાં નહીં આવેતો અચોક્કસ મુદતની હડતાળ પર જવાની લેખિત ચિમકી ઉચ્ચારવામાં આવેલ છે.