Chhota Udepur
ધારાસભ્ય જયંતિભાઇ રાઠવાની રજૂઆત બાદ જિલ્લાના ૧૧૬ કરોડના રોડ-રસ્તાના કામોને લીલી ઝંડી
પ્રતિનિધિ, કાજર બારીયા
અવધ એક્સપ્રેસ, તા.૨૭
ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં જેતપુર પાવી, ચલામલી, મોડાસર કલારાણી, કવાંટ સહિતનો ૫૪ કિલોમીટરનો રોડ ૭ મીટર માંથી ૧૦ મીટર પહોળાઈ સાથે મંજૂર કરવામાં આવ્યો છે.
જેતપુરપાવી ધારાસભ્ય જયંતિભાઇ રાઠવાની રજૂઆતને ધ્યાને લઈ જેતપુર પાવી થી ચલામલી, મોડાસર કલારાણી, કવાંટ સહિતનો ૫૪ કિલોમીટરનો રોડ ૭ મીટર માંથી ૧૦ મીટર પહોળાઈ સાથે ૧૧૬ કરોડનાં ખર્ચે મંજૂર કરવામાં આવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો ધારાસભ્ય જયંતિભાઇ રાઠવા દ્વારા આભાર માનવામાં આવ્યો છે. જે રસ્તો મંજુર થતાની સાથે જ કવાંટ કલારાણી જેતપુર પાવી આવતા જતા લોકો માટે ખુશીના સમાચાર છે.
ધારાસભ્ય જયંતિભાઇ રાઠવાએ જણાવ્યું હતું કે, પ્રજાજનોની સલામતી અને સુખાકારીની દિશામાં વેગ આવશે અને જિલ્લામાં વિકાસયાત્રાને પણ વધુ ગતિ મળશે. ગુજરાતમાં દરરોજ વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે ઘણા રોડ રસ્તા હાલ સાંકડા પડવા લાગ્યા છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા રાજ્યના અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારોમાં રોડ નેટવર્કને વધુ મજબૂત કરવા કરોડો રૂપિયાના કામોને મંજૂરી આપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માળખાકીય વિકાસનું ચક્ર વિકસાવ્યું છે જે દેશની સતત પ્રગતિનો પાયો છે. એટલું જ નહીં, તેમણે રાજમાર્ગોને લોકોની સુખાકારી અને રાષ્ટ્રના વિકાસની કરોડરજ્જુ ગણાવ્યાં. આ કરોડો રૂપિયાના કામોને મંજૂર કરીને જિલ્લામાં તેજ પરંપરાને વધુ ઝડપી ગતિએ આગળ ધપાવવાના નિર્ધાર સાથે ગ્રામીણ માર્ગોને સુધારી અને મજબૂત કનેક્ટિવિટી પ્રદાન કરવાનો અભિગમ અપનાવ્યો છે.
જેતપુરપાવી ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ મુખ્યમંત્રી નો આભાર માન્યો:
જેતપુર પાવી વિધાનસભા મત વિસ્તારના ભાજપના અગ્રણીઓએ જેતપુર પાવી, ચલામલી, મોડાસર કલારાણી, કવાંટ સહિતનો ૫૪ કિલોમીટરનો રોડ ૭ મીટર માંથી ૧૦ મીટર પહોળાઈ સાથે મંજૂર થતાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને માર્ગ અને મકાન વિભાગના મંત્રીનો તેમજ ધારાસભ્ય જયંતિભાઇ રાઠવાનો જેતપુરપાવી , કવાંટ, બોડેલી ના ભાજપના અગ્રણીઓએ આભાર માન્યો હતો.
રોડ બનાવવા માટે મંજૂરી મળતા લોકોને રાહત
અત્રે ઉલ્લેખનીય છે કે, જેતપુર પાવી ચલામલી, મોડાસર કલારાણી, કવાંટનાં જે ગામોના રોડ મંજૂર થયા છે, તે ૭ મીટર પહોળાઈ માં હોઈ જે થી લોકોને પણ આ રોડ પરથી પસાર થવું ભારે મુશ્કેલ બન્યું હતું. હાલ ૧૦ મીટર પહોળાઈ સાથે મંજૂરી મળતા લોકોને રાહત થઇ છે.