Connect with us

Surat

સરથાણા પોલીસની માનવતા સામે આવી 6 વર્ષીય દીકરીના વ્હારે આવી પોલીસ

Published

on

Against the humanity of the Sarthana police, the police came for the 6-year-old daughter

સુનિલ ગાંજાવાલા

સુરતના સરથાણામાં રત્નકલાકારે માતા વિહોણી પુત્રીને સુવડાવી ફાંસો ખાઈ લીધો હતો. મુળ ભાવનગરના અને અગાઉ લંબે હનુમાન રોડ રેણુકાભવન પાસે રહેતા ધર્મેન્દ્ર વ્રજલાલ રાઠોઅગાઉ હીરાના કારખાનામાં કામ કરતા હતા. તેમના પત્નીનું અગાઉ અવસાન થઈ ગયું હતું.શનિવારે તેઓ તેમની 6 વર્ષીય દીકરી સાથે વતનથી સુરત આવ્યા હતા અને સારોલી બીઆરટીએસથી વનમાળી જંક્શન બીઆરટીએસ બસ સ્ટેન્ડની વચ્ચે કેનાલની બાજુમાં આંબાના ઝાડ પાસે રાત્રે આશરો લીધો હતો. દીકરીને સુવડાવી દીધા બાદ ધર્મેન્દ્રભાઈએ પોતે આંબાના ઝાડની ડાળી સાથે દોરી વડે ફાંસો ખાધો હતો.

Advertisement

Against the humanity of the Sarthana police, the police came for the 6-year-old daughter

જેથી નિરાધાર બનેલી માસૂમ દીકરીની વ્હારે સરથાણા પોલીસ આવી હતી.મહિલા પીએસઆઈ બી.ડી. મારૂએ માસૂમ દીકરીનું પ્રેમ પૂર્વક જતન કરી રહ્યાં છે. આખો દિવસ પોલીસ સ્ટેશનનો સ્ટાફ યશોદા બન્યો હોય તે રીતે બાળકીનું લાલન પાલન કર્યું હતું. બાદમાં રાત્રિના સમયે પીએસઆઈ બી.ડી. મારું બાળકીને પોતાના ઘરે લઈ ગયા હતાં. જ્યાં તેણીને નવડાવી ધોવડાવી, જમાડીને બીજે દિવસે વળી પોતાની સાથે પોલીસ સ્ટેશન લઈ આવ્યાં હતાં.ધર્મેન્દ્રભાઈ પાસે એક ડાયરી મળી આવી હતી. જેમાં તેમણે `હું મારી રીતે જાઉ છુ, કોઈનો વાંક નથી કોઈને હેરાન કરતા નહી` તેવી સ્યુસાઈડ નોટ લખી હતી. બનાવ અંગે સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!