Chhota Udepur
અગ્નીવીર ભરતીની ની:શુલ્ક તાલીમ ઉમેદવારોને પ્રી-સ્ક્રુટીની માટે પવીજેતપુર ખાતે હાજર રહેવું
પ્રતિનિધિ, કાજર બારીયા
આદિજાતિ વિભાગની સ્પોન્સરશીપ અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટી ગાંધીનગર દ્વારા છોટાઉદેપુર જિલ્લાના આદિજાતિ ઉમેદવારો માટે લશ્કરની, અગ્નિવીરની ભરતી પૂર્વેની શારીરિક તેમજ લેખિત પરીક્ષાની તૈયારી કરવા માટે આદિજાતિ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટી ગાંધીનગર ખાતે ૭પ દિવસની નિવાસી તાલીમ યોજાનાર છે આ નિ:શુલ્ક નિવાસી તાલીમમાં ધોરણ ૧૦ પાસ થયેલ અને ૧૬૨ સે.મી કે તેથી વધુ ઉંચાઇ ધરાવતા તેમજ તારીખ ૧-ફેબ્રુઆરી’૨૦૦૪ થી ૧-ફેબ્રુઆરી’૨૦૦૭ વચ્ચે જન્મેલા અપરણિત આદિજાતિ પુરુષ ઉમેદવારો જોડાઈ શકશે.
તા. ૧૫/૦૭/૨૦૩ ના રોજ સવારના ૯ વાગ્યે શ્રી એમ.સી.રાઠવા આર્ટસ કોલેજ પાવી જેતપુર ખાતે પ્રિસ્કુટીની અને લેખિત પરીક્ષા યોજાશે. પસંદગી પામનાર યુવાનોને રક્ષા યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે ૭૫ દિવસની રહેવા જમવા સાથેની મફત નિવાસી તાલીમ આપવામાં આવશે. ઊમેદવારે પોતાની સાથે ધોરણ ૧૦ પાસ કર્યાનો માર્કશીટ, મામલતદારનું આદીજાતીનું પ્રમાણપત્ર, આધારકાર, ૨ પાસપોર્ટ ફોટા જેવા પ્રમાણપત્રો (અસલ અને ઝેરોક્ષ) લાવવાના રહેશે. રોજગાર કચેરીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.