Connect with us

Panchmahal

ખેતીવાડી વિભાગે ખરીફ પાક મકાઇ,જુવાર અને બાજરીના પાકોમાં ફોલ આર્મીવોર્મ નિયંત્રણ માટે ગાઇડલાઈન જાહેર કરાઈ

Published

on

Agriculture department has released guidelines for fall armyworm control in kharif crop maize, jowar and millet crops.
  • પંચમહાલ જિલ્લા ખેતીવાડી વિભાગે જિલ્લાના ખેડૂતોને ખરીફ પાક મકાઇ,જુવાર અને બાજરીના પાકોમાં ફોલ આર્મીવોર્મ એટલે કે પૂંછડે ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળના

નિયંત્રણ માટે ગાઇડલાઈન જાહેર કરી છે. જેમાં ખેતરમાં જ એક પ્રકાશ પિંજર અથવા નરફુદાને આકર્ષવા ૫૦ ફેરોમોનટ્રેપ પ્રતિ હેક્ટરે ગોઠવવા તથા તેની લ્યુર દર ૪૦ દિવસે બદલવા જિલ્લાના ખેડૂતોને જણાવ્યું છે.આ ઉપરાંત ઉપદ્રવની શરુઆતમાં બેસીલસ થુરીન્ઝીન્સીસ ડબલ્યુજી (૧૦સીએફયુ/ગ્રામ) ૨૦ ગ્રામ અથવા બ્યુવેરીયા બેઝીયાના (૨×૧૦સીએફ્યુ/ગ્રામ) ૪૦ ગ્રામ પ્રતિ ૧૦૦ લીટર પાણીમાં ભેળવી ભૂંગળી ભીંજાય તેમ છંટકાવ કરવા જણાવ્યું છે.

Agriculture department has released guidelines for fall armyworm control in kharif crop maize, jowar and millet crops.
ઉપદ્રવની શરૂઆતમાં રેતી અથવા માટી પ ગ્રામ પ્રતિ છોડ ભૂંગળીમાં નાખવી અથવા વિષ પ્રલોભિકા (૨૫ કિગ્રા ડાંગરની કુશકી/મકાઈનું ભુસુ + ૫ કિગ્રા ગોળ + ૫ લિટર પાણી + ૨૫૦ગ્રામ થાયોડીકાર્બ૭૫ ડબલ્યુપી/ ૧૨૫ ગ્રામ એમામેકટીન બેનઝોએટ) અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૦.૪ જી ૨૦કિ.ગ્રા./હે. ભૂંગળીમાં આપવી અને તેના ૧૫ દિવસ બાદ આ પૈકી કોઈપણ એક માવજત ફરીથી આપવી. પાકની લણણી અને છેલ્લા છંટકાવ વચ્ચે ૧૫ દિવસનો સમયગાળો રાખવો.ક્લોરાન્ટોનીલીપ્રોલ ૧૮.૫ એસ.સી ૩ મી.લી અથવા સ્પાઇનોટેરામ૧૧.૭ ઇસી ૧૦ મી.લી અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસજી ૪ ગ્રામ ૧૦લિટર પાણીમાં ભેળવી છોડ ભીંજાય તે રીતે છાંટકાવ કરવા જણાવ્યું છે. રાસાયણિક કીટનાશકના છંટકાવ અને કાપણી વચ્ચે ઓછામાં ઓછો ૧૫ દિવસનો સમયગાળો જાળવવો.આ સાથે લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ગ્રામ (૫% અર્ક) અથવા લીમડાનું તેલ ૩૦ મિલી (પાણીમાં ભેળવવા ૧૦ગ્રામ કપડા ધોવાનો પાવડર ઉમેરવો) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૧૦મિલિ (૫% ઈસી) થી ૫૦ મિલી (૦.૦૩ઈસી) ૧૦ લિટર પાણીમાં ઉમેરી છોડની ભૂંગળી બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી પંચમહાલ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

error: Content is protected !!