Entertainment
ઓસ્કાર પહેલા RRRએ ફરી વધાર્યું ગૌરવ, હોલીવુડ ક્રિટીક્સ એસોસિયેશન એવોર્ડ્સમાં ચાર એવોર્ડ જીત્યા છે

એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત ‘RRR’ આખી દુનિયામાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે ગોલ્ડન ગ્લોબ જીતીને ઓસ્કારની રેસમાં પ્રવેશ કરીને દેશના લોકોને ગૌરવ અપાવ્યું છે. હવે રામ ચરણ અને જુનિયર એનટીઆર અભિનીત આ ફિલ્મે શુક્રવારે રાત્રે હોલીવુડ ક્રિટિક્સ એસોસિએશન ફિલ્મ એવોર્ડ્સમાં ચાર એવોર્ડ જીત્યા હતા.
રાજામૌલીએ પોતાની આખી ટીમનો આભાર માન્યો હતો. રાજામૌલીએ કહ્યું, “હોલીવુડ ક્રિટીક્સ એસોસિએશન (HCA) ના તમામ સભ્યોનો ખૂબ ખૂબ આભાર જેમણે વિચાર્યું કે RRR પાસે શ્રેષ્ઠ સ્ટંટ છે. ખુબ ખુબ આભાર. મારે સૌપ્રથમ અમારા કોરિયોગ્રાફર્સનો આભાર માનવો જોઈએ જેમણે તમામ સ્ટંટને એક્ઝિક્યુટ કરવા માટે ખૂબ જ મહેનત કરી છે. જુજી [સ્ટંટ માસ્ટર] એ તેને અમુક એક્શન સિક્વન્સમાં મદદ કરી. અન્ય તમામ કોરિયોગ્રાફર્સ કે જેમણે ખરેખર સખત મહેનત કરી અને ભારત આવ્યા અને અમારા વિઝનને સમજ્યા.