Ahmedabad
Ahmedabad East Lok Sabha Election 2024: મણિનગર ના સ્વામિનારાયણ ગાદીના જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજ અને સંતોએ પણ કર્યું મતદાન
Ahmedabad East Lok Sabha Election 2024: અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક સહિત આજે રાજ્યમાં ઠેર-ઠેર મતદાન થઈ રહ્યું છે. મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસ સ્વામી અને સંતમંડળે સહિત લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા માટે મતદાન કર્યું હતું. આચાર્ય સ્વામીએ મણિનગર અમદાવાદની દુર્ગા સ્કૂલમાં સવારે ઉમંગભેર મતદાન કર્યું હતું. લોકસભા ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સવારના 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવાથી શહેરીજનો મતદાન બુથ પર લાઈન લગાવીને ઊભેલા જોવા મળી રહ્યા છે.
આજે મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી અને સંતમંડળે સહિત ગત રાત્રે કચ્છમાંથી પ્લેન દ્વારા લોકસભા ચૂંટણીનું મતદાન કરવા ખાસ પધાર્યા હતા. ગુજરાતની 25 લોકસભાની બેઠકો અને 5 વિધાનસભાની બેઠકો માટે આજે મતદાન ચાલું થઈ ગયું છે. તમામ મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી મતદારો મતદાન કરવા કતાર લગાવીને ઊભા જોવા મળ્યા હતા. આ સાથે જ તમામ મતદાન કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
આચાર્ય સ્વામીએ જણાવ્યું હતું કે, “મતદાન લોકશાહીના મહાપર્વનો અવસર છે ત્યારે આ મહાપર્વમાં દરેક મતદારે પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરે અને લોકશાહીનું જતન કરવામાં સહભાગી બને તે માટે પ્રોત્સાહિત પણ કર્યા હતા. ઘણા દિગ્ગજોની કિસ્મતનો ફેંસલો જનતા જનાર્દન કરશે. લોકસભા સત્તા માટે મુખ્ય ટક્કર ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે છે. પણ કેટલીક બેઠકો પર આમ આદમીના ઉમેદવારો મેદાનમાં હોઈ ત્રિપાંખિયો જંગ જામશે.”