Connect with us

Gujarat

આહુતિ- ધડામ…કરતી બસ મોટી શિલા સાથે ભટકાઈ ધક્કાથી આહુ છટકી ગઈ અને આહુ,” પપ્પા…..” એમ કરતી ઉંડી ખીણમાં પડી ગઈ

Published

on

Ahuti-Dam... Karti's bus went astray with a big rock, I escaped from the impact and I fell into a deep valley saying, "Papa...."

– વિજય વડનાથાણી…

” પપ્પા…આવી ગયા.. પપ્પા આવી ગયા…” પાંચ વરસ ની આહુ એટલું બોલી પહેલાં તો ખૂબ જ ઉમળકાથી દરવાજા તરફ દોડી ગઈ પણ અચાનક જાણે કંઈક યાદ આવ્યું હોય એમ ઉંબરા પાસે આવી મોઢું ગુબ્બારા જેવું ફુલાવીને બારણાં પાછળ જ બેસી ગઈ અને કંઈક બબડતા લાગી,” આજે તો પપ્પાથી બોલવાની જ નથી, છોને આવ્યાં તે, કાલે હું આખો દિવસ મને સાથે લઈ જવા કેટલી મથતી હતી પણ મને છેતરીને કેવા એકલા ભાગી ગયા હતા ? જબરા છે પપ્પા તો, હમણાં આવશે એટલે કંઈ ને કંઈ બહાનું બતાવી દેશે અને મને મનાવી લેશે જાણે મને તો કંઈ ખબર જ ના પડતી હોય ! ”

Advertisement

‘પરમ’ ખાનગી લકઝરી બસ ડ્રાઈવર હતો,ગઈ કાલે એ પોતાના ગામનાં લોકો ને ચોટીલા દશૅન કરવા લઈ ગયો હતો. ખૂબ જ ઠંડીના કારણે એણે આહુતિ (લાડમાં જેને ‘આહુ’ કહેતા) ને પોતાની સાથે નહોતો લઈ ગયો એટલે ઘરે આવતા જ એ પોતાને ઘણો જ ઠપકો આપવાની છે એની પરમને ખબર જ હતી. આંગણામાં આવતા જ પત્ની ને મળ્યો. એકબીજાના ખબર અંતર પુછ્યાં. પરમે તરત જ આહુ વિશે પુછ્યું, પત્નીએ કહ્યું,” તમે સાથે નહોતાં લઈ ગયા ને એટલે આહુ તમારાથી રીસાયેલી છે, આજે તો બોલવાની જ નથી.”

” ઓ… બાપા તો…તો… વાતાવરણ બહુ ગરમ છે એમ ને ? ” પરમ મીઠાં હાસ્ય સાથે મુખ પર બનાવટી ચિંતા ના ભાવ લાવતાં કહ્યું. તે હળવેથી ઘરમાં દાખલ થયો,ઘરમાં જતાં જ બારણાની બાજુમાં એણે આહુ ને બેઠેલી જોઈ હતી છતાં પણ જાણે કંઈ જ ના જોયું હોય એમ એ અંદર આવી ચારેય બાજુ ઉંચી નજર રાખી જોયું અને બોલ્યો,” અરે ભાઈ ! કેમ ઘરમાં કોઈ દેખાતું નથી ? મારી લાડકી આહુ ક્યાં ગઈ છે, અરે આહુ દિકરી…. ક્યાં છે તું ? જોને હું આવી ગયો છું….”

Advertisement

Ahuti-Dam... Karti's bus went astray with a big rock, I escaped from the impact and I fell into a deep valley saying, "Papa...."

” ખબર નહીં ક્યાં ગઈ ? હમણાં તો મેં એને અહીંયા જ રમતી જોઈ હતી…” આહુ ની મમ્મીએ પણ પતિને ટેકો આપતાં કહ્યું. મમ્મી પપ્પા પોતાને શોધી શકતા નથી એ જાણી આહુ ને ખૂબ આનંદ થયો અને ત્યાં બેઠી બેઠી એ ફી..ફી..ફી…કરતી હસવા લાગી. એના અવાજથી પરમ ઝડપથી એ બાજુ ફર્યો અને ઉતાવળાં પગલે જઈ એને તેડી લીધી અને બોલ્યો,” આ..રહી…આહુ… પકડાઈ ગઈ…મારી વહાલી અહીંયા જ છૂપાઈ હતી છતાંય મેં ના જોઈ બોલો ! ” પપ્પા ની નિષ્ફળતા પર આહુ બધું ભુલી હસતી હસતી બોલી,” શું પપ્પા તમેય ! આટલુંયે ના દેખાયું ? ” અને મોટા માણસની જેમ કપાળ કૂટવા લાગી.

આહુ રીસામણાં ભૂલી પપ્પા ને કહેવા લાગી,” પપ્પા.. પપ્પા… પ્રવાસમાંથી મારા માટે શું લાવ્યા ? જો તમને મારી યાદ આવી હશે તો જરૂર કંઈક લાવ્યાં હશો.”
પરમ એનું કપાળ ચૂમતા કહ્યું,” હા..હા…બેટા.. લાવ્યો છું ઉભી રહે.” એમ કરી તેણે આહુ ને નીચે ઉતારી અને થેલામાંથી એક ખોખું હાથમાં આપતાં કહ્યું,” લે…આ તારી ભેટ… ખોલીને જોઈલે.”
આહુ એ ફટાફટ ખોખું ખોલ્યું અને તરત બોલી ઉઠી,” હે…ફ્રોક…મારી ઢીંગલી જેવું જ મારું પણ અમ્બ્રેલા ફ્રોક….” અને તેણીએ પોતાના ફૂલ જેવા કોમળ હોઠ વડે એના પપ્પાના ગાલ ચૂમી લીધા.

Advertisement

કોઈ પણ વાત હોય પપ્પા ક્યારેય ના પાડે જ નહીં એટલે આહુ ને મમ્મી કરતા પપ્પા વધુ વ્હાલા હતાં. આહુ પણ એવી જ હતી, નાની શી હરતી, ફરતી,રમતી બાળપરી જેવી ! નમણો નાજુક ચહેરો, ચુલબુલી હંમેશા હસતી, ડાહયી ડમરી કોઈ સમજદાર માણસ જેવી એની વાતો અને એટલી નાની ઉંમરે પણ એવી વિવેકી કે કોઈ ને પણ ગમી જાય ! ક્યારેક ભગવાનની સજૅન શક્તિ ઉપર શંકા જાય તો એકવાર આહુ ને જોઈ લેવી ! એને જોયા પછી ભગવાનની સજૅન શક્તિ ઉપર પુરો વિશ્વાસ બેસી જાય.
પરમ અને એની પત્ની પણ પોતાના પહેલા ખોળે અવતરેલી લક્ષ્મીના અવતાર સમી આહુના બધા જ કોડ પુરાં કરતા હતા.એ જે માગે એ વસ્તુ તરત હાજર કરતા નાનો એવો સુખી પરિવાર હતો.

Ahuti-Dam... Karti's bus went astray with a big rock, I escaped from the impact and I fell into a deep valley saying, "Papa...."

એકવાર પરમને પોતાની લક્ઝરી બસ લઈ અંબાજી જવાનું થયું.”દર વખતે આહુ પોતાની સાથે આવવા જીદ કરે છે અને કોઈ ને કોઈ કારણસર એને લઈ જઈ શકાતી નથી એટલે આ વખતે તો એને અંબાજી લઈ જ જાઉં.” મનોમન આવું વિચારી તે ઘરે આવ્યો, આહુને વાત કરી એટલે એ તો હરખથી કૂદવા લાગી,” હે….મારે તો અંબાજી જવાનું છે… ત્યાં ફરવાની મજા આવશે…ખૂબ બધા રમકડાં ખરીદવા મળશે..હે….હે…” એમ કરતી કરતી એણે મમ્મીને પણ કહી દીધું. મમ્મી પણ ખુશ થઈ,” ચાલો આ વખતે તો આહુનું પપ્પા સાથે પ્રવાસ જવાનું સપનું પૂરું થશે.” આહુએ તો મમ્મીને પણ સાથે આવવા કહ્યું પણ એમની તબિયત ખરાબ હોવાથી મમ્મીએ પછી કોઈવાર આવીશ એવું સમજાવી દીધું. આહુ પછીતો પોતાનો થેલો ભરવા લાગી, તેણે એની મમ્મીને તરત જ કહી દીધું,” મમ્મી મમ્મી કાલે હું પપ્પાએ લાવેલ પેલું અમ્બ્રેલા ફ્રોક પહેરીશ હો…? ”
” સારું બેટી…તને ગમે એ પહેરજે બસ..” એમ કહેતાં મમ્મીએ મમતા ભર્યો હાથ એના ગાલ પર ફેરવ્યો. ફરી આહુ બોલી,” મમ્મી મમ્મી… હું અંબાજીથી તારા માટે કાચની બંગડીઓ લઈ આવીશ હો…? ” એની મમ્મીએ આહુને ખોળામાં લઇ વ્હાલથી ચૂમીઓથી નવડાવી દીધી,” અરે વાહ ! મારી આહુ ! તું તો બહુ જ સમજદાર થઈ ગઈ છે ને કાંઈ..!”
એ રાત્રે આહુ મોડા સુધી પોતાના મમ્મી પપ્પાને અલકમલકની વાતો કરતી રહી,” અંબાજીથી આ લાવીશ..આમ ફરીશ તેમ મજા કરીશ વગેરે વગેરે…” બીજા દિવસે સવારે વહેલા ઊઠી આહુની મમ્મીએ પરમ અને આહુને એમના થેલા ભરી અંબાજી જવા રવાના કરી દીધા. બાજુનાં ગામમાંથી મુસાફરો લેવાના હતા એટલે પરમ આહુને લકઝરી બસમા પોતાની પાસે જ ડ્રાઇવર કેબિનમાં બેસાડી દીધી અને બસ ઉપાડી ચાલતો થયો.બાજુના ગામમાં જઈ ત્યાંથી મુસાફરો ભરી બસ લઈ અંબાજી પહોંચી ગયો. અંબાજીમાં પરમે ચાચર ચોક, રોપ-વે માં બેસાડી ગબ્બર પર્વત, કુંભારીયા દેરાં, વગેરે બધા સ્થળો આહુ ને બતાવ્યાં. આહુ ફરવાની સાથે સાથે પોતાના માટે કેટલાક રમકડાં ખરીદ્યા, પોતાની મમ્મી માટે કાચની રંગબેરંગી બંગડીઓ પણ લીધી. એના પપ્પા માટે એક ટોપી ખરીદી અને આખો દિવસ ખૂબ મજા કરી. આહુ તો ખુશખુશાલ થઈ એમ પણ કહેવા લાગી,” પપ્પા ! પ્રવાસમાં તો ખૂબ મજા આવે છે…હવે તો હું દરરોજ તમારી સાથે આવીશ..”

Advertisement

Ahuti-Dam... Karti's bus went astray with a big rock, I escaped from the impact and I fell into a deep valley saying, "Papa...."

છેલ્લે દિવસ આથમવા થતાં અને બધા સ્થળ ફરાઈ જતાં પરમ બધા મુસાફરોને બસમાં લઈ ઘરે આવવા નીકળ્યો. બધા મુસાફરો તો આખો દિવસ ફરી ફરીને થાકયા હતા એટલે તરત જ ટપોટપ ઊંઘવા લાગ્યા, માત્ર એક આહુ જ હતી જે થાકી નહોતી,આખી બસમાં ફક્ત એનો જ ખીલખીલાટ સંભળાતો હતો. બસ બરાબર ત્રિશુળીયા ઘાટ ઉપર આવી. ઘાટ ભયજનક વળાંક વાળો હતો એટલે પરમ ખૂબ જ સાવચેતીથી બસ હંકારી રહ્યો હતો. બસ ધીરે ધીરે ઘાટ ચડી અને ઉતરતી હતી એવામાં અચાનક સામેથી બે ત્રણ રીંછ આવી જતાં પરમે જોરદાર બ્રેક મારી, ઢાળમાં ગતિ વધી જવાથી બસ બેકાબૂ બની ગઈ. પરમ પણ ગભરાઈ ગયો તેણે એક હાથે આહુને પકડી રાખી અને બીજા હાથે મહામહેનતે સ્ટેરીંગ સંભાળ્યું, છતાં પણ બસ તો ખીણમાં લપસતી જ જતી હતી હવે તો અંદર બેઠેલા મુસાફરો પણ જાગી ગયા હતાં અને “બચાવો..બચાવો..હે.. ભગવાન !…હે…અંબેમા…” એવી બૂમાબૂમ કરવા લાગ્યા. એજ વખતે જાણે માતાજીએ તરકીબ સૂઝવાડી કે શું પરમે સમયસૂચકતા વાપરી બસને એક મોટી શિલા સાથે ભટકાવી દીધી. ધડામ…કરતી બસ મોટી શિલા સાથે ભટકાઈ અને ઉભી તો રહી ગઈ પણ અચાનક લાગેલા ધક્કાથી પરમના હાથમાંથી આહુ છટકી ગઈ અને આહુ,” પપ્પા…..” એમ કરતી ફંગોળાઇ અને ઉંડી ખીણમાં પડી ગઈ, પરમથી બુમ પડાઈ ગઈ,” આહુ….” અને તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. પરમની હોશિયારીથી બસમાં બધા મુસાફરો નો જીવ બચી ગયો એટલે બધાએ હાશ અનુભવી અને નીચે ઉતયૉ. પરમ પણ ચોધાર આંસુડે રડતો રડતો ઊતરતો જ હતો ત્યાં જ એક-બે પુરુષ અને સ્ત્રી તેને પકડી મારવા લાગ્યાં, ” સાલા ખબર નથી પડતી..આવી રીતે બસ ચલાવે છે…? નક્કી દારૂ પી ગયો હશે…જોતો નથી આ મારો ઢીંચણ છોલાઈ ગયો અને આ મારી પત્નીનુ કપાળ ફૂટી ગયું.” છતાં પણ પરમ તો રડતો જ રહ્યો. બે ત્રણ થપ્પડ પડ્યાં પણ એની એના પર કંઈ જ અસર ના થઈ, એટલામાં એક સજ્જન દોડતા આવી પેલા માણસને બરાબર નો ખખડાવી નાખ્યો,” એ ભાઈ ! તને અને તારી પત્નીના તો ફક્ત શરીર છોલાયા છે, એ ડ્રાઈવરને પુછ,એણે શું ખોયું છે ? એણે તો તમને બધાને બચાવવા જતાં પોતાની લાડકી દીકરી ખોઈ છે… ભગવાન જાણે… શું થયું હશે બિચારી નું…?” સજ્જનની વાત સાંભળી પેલા લોકો પણ ઝંખવાણા પડ્યાં અને નીચે જોવા લાગ્યા. પરમના કાનોમાં તો હજુસુધી આહુ ની ગૂંજ સંભળાતી હતી. ત્યાં ઊભેલા બધાજ મુસાફરો પરમ પર જીવ બાળતા હતા તો કોઈ વળી તેની સમયસૂચકતાને વખાણી રહ્યું હતુ. કલાક ઉપર થવા આવ્યો છતાં પરમ તો હજુ સુધી બે હાથ માથે ટેકવી સીસકારા ભરતો સૂનમૂન બેઠો હતો. સામે જ રોડની ધાર પર આહુ એ એની મમ્મી માટે લીધેલી કાચની બંગડીઓના રંગબેરંગી કાચ ટુકડેટુકડા થઈ પડેલા હતા. જાણે પોતાની દિકરીના અરમાનો વેરણછેરણ થઈ પડ્યા હતા. કોઈકે ૧૦૮ને ફોન કરી બોલાવી દીધી. ત્યાં આવેલા બધા સ્ટાફે ખીણમાં ખૂબ શોધખોળ કરી પણ આહુનો કોઈ પત્તો ના મળ્યો, જોતજોતામાં આ સમાચાર ટીવી ઉપર પણ પ્રસારિત થઈ ગયા. સરકારમાં ખબર પડતાં પરમ માટે પાંચ લાખની સહાય અને સાથે જ પચાસ જેટલા મુસાફરોને હેમખેમ બચાવ્યા એના બદલામાં રાષ્ટ્રપતિના હસ્તે બહાદુરી એવોર્ડ આપવાનું પણ જાહેર થયું.

એક બાપને પોતાની વહાલસોયી દીકરી ચાલી જાય પછી ગમેતેવા રૂપિયા કે એવોર્ડ મળે તો કોઈ ફરક પડે ? પરમનો તો જાણે સંસાર ઉજડી ગયો ! ભોળી ગવતરી ને જાણે ખાડકીવાડે કાઢી, ભયૉ ખીલેલા બાગમાં જાણે કોઈએ આગ ચાંપી !!! બસમાં બેઠેલા પચાસ મુસાફરોના બચાવ રૂપી હવનમાં આહુ ખરેખર આહુતિ બની હોમાઈ ગઈ હતી. ત્યાં એ દુગૅમ ઘાટમાં એક બાપના આક્રંદ સાથે ખાઈમાં ઉભેલા ઝાડવા હજુ સુધી પણ દડદડ રડી રહ્યા હતા….

Advertisement
error: Content is protected !!