National

અજમેર ખ્વાજા ગરીબ નવાઝ ની દરગાહ પર કુલ સમારોહ સાથે 811મા ઉર્સની ઉજવણી..

Published

on

ખ્વાજા ગરીબ નવાઝની દરગાહમાં મહાન છટ્ટી ની ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં કુળની ધાર્મિક વિધિઓ સાથે મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું હતું.

811માં ઉર્સની ધાર્મિક વિધિઓ સાથે મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખ્વાજા ગરીબ નવાઝની દરગાહમાં 811 ઉર્સ નિમિત્તે છઠ્ઠી ઉજવવામાં આવી હતી. ખ્વાજા મોઇનુદ્દીન હસન ચિશ્તીના વાર્ષિક 811મા ઉર્સમાં રજબ ના છટ્ટી શરીફના રોજ કુલની વિધિ કરવામાં આવી હતી.

Advertisement

આ પ્રસંગે અજમેરની દરગાહ ખાદીમોની સાથે લાખો શ્રદ્ધાળુઓએ ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ પર વિશેષ નમાજ અદા કરી હતી. દરગાહ પરિસરમાં હાજર લોકો વિદેશથી આવેલા શ્રદ્ધાણુઓ
પર ગુલાબ જલ નો છંટકાવ કરતા હતા.

નોંધનીય છે કે શનિવારે રાત્રે ઈશાની નમાજ બાદ દરગાહ શરીફને કેવડા અને ગુલાબજળથી ધોઈને જે બાદ તમામ ધાર્મિક વિધિઓ કરતી વખતે શ્રદ્ધાળુંઓ પર પરિવારજનો દ્વારા છંટકાવ કરવામાં આવ્યો હતો. તેમજ નમાજ પઢીને ફરી એકવાર જન્નતી દરવાજા બંધ કરવામાં આવ્યો હતો.

Advertisement

ધાર્મિક અનુષ્ઠાન કરતી વખતે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે મઝાર શરીફ ખાતે વડાપ્રધાન, મુખ્યમંત્રી અને કોંગ્રેસ અધ્યક્ષ સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ અને રાજનેતાઓની ચાદર પણ ચઢાવવામાં આવી હતી અને બધાએ અહીં આશીર્વાદ પાઠવ્યા હતા..

બ્યુરો હેડ બસર ચિશ્તી અજમેર રાજસ્થાન..

Advertisement

Trending

Exit mobile version