Gujarat
અખાત્રીજે પરશુરામ જન્મોત્સવ,શ્રીજીબાવા નો પાટોત્સવ તથા રમજાનઈદ એક સાથે
(સુરેન્દ્ર શાહ દ્વારા)
અખાત્રીજની ગણતરીઓ થવા માંડી છે આ દિવસે હિન્દુ અને મુસ્લિમ સમાજના તહેવાર મળી કુલ ત્રણ તહેવારો ની ઉજવણી કરવામાં આવશે જેમાં ચિરંજીવી પરશુરામ ભગવાન નો જન્મોત્સવ અખાત્રીજના દિવસે ઉજવવામાં આવશે તદ ઉપરાંત પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોના ઇષ્ટદેવ શ્રીજી બાવા નો પાટોત્સવ ઉજવવામાં આવશે આ ઉપરાંત દુજકા ચાંદ દેખાશે તો તારીખ 22 ને અખાત્રીજના રોજ મુસ્લિમ સમાજનો પવિત્ર તહેવાર રમજાન ઈદની પણ ઉજવણી કરવામાં આવશે હવે સવાલ એ થાય છે કે પરશુરામ બ્રાહ્મણ પુત્ર હતા છતાં તેઓએ વેદ અને ઉપનિષદના પુસ્તકોને બદલે ફરસી અને તીરકામઠું હાથમાં કેમ ? પકડ્યું અને 32 વખત ધરતીને ક્ષત્રિય વગરની કરી આ અંગે ગ્રંથોમાં ઉલ્લેખ છે તે મુજબ જમદગની તેમના પિતા હતા તેઓ વેદ અને વેદાંતના આચાર્ય હતા તથા આશ્રમમાં નિવાસ કરતા હતા એક વખત તેમના પ્રદેશના રાજા લશ્કર સાથે આચાર્યના આશ્રમ પાસે પસાર થતા હતા તેઓએ આશ્રમમાં જઈને આચાર્યને જણાવ્યું અમારા માટે ભોજન ની વ્યવસ્થા કરાવો આચાર્યનો નિયમ હતો ભોજન વખતે કોઈપણ આગંતુક આવે તો તે ભૂખ્યો પાછો જવો ના જોઈએ તેઓએ તેમના પત્ની ને જણાવ્યું કે લશ્કર માટે અને રાજા માટે ભોજન ની વ્યવસ્થા કરો સેંકડો માણસોની રસોઈ ગણતરીના સમયમાં તૈયાર થઈ ગઈ ભોજન બાદ રાજા સહસ્ત્ર અર્જુન ને વિચાર આવ્યો આટલા બધા વ્યક્તિઓની રસોઈ આટલા સમયમાં કેવી રીતે થાય તે વખતે એક મંત્રીએ જણાવ્યું આશ્રમમાં એક ચમત્કારિક ગાય છે ગાયનું નામ કામધેનુ છે તે ધારે તે વસ્તુ ગણતરીના સમયમાં તૈયાર થઈ જાય આ સાંભળી રાજાને વિચાર આવ્યો આવી ચમત્કારી ગાય તો રાજમહેલમાં જ શોભે આશ્રમમાં ના શોભે એને છોડીને આશ્રમમાં લઈ આ સમય દરમિયાન પરશુરામજી આશ્રમે આવ્યા તેમને ગાય બાબતની વિસ્તાર પૂર્વક હકીકત જાણી ક્રોધે ભરાયા ગાયને છોડાવવા માટે હાથમાં ફરસી અને તીરકામઠુ લઈને રાજાના મહેલ પર હુમલો કરી કામધેનુ ગાયને છોડાવી લાવ્યા હતા.
સૌપ્રથમ ગાયની રક્ષા માટે હથિયાર ઉઠાવનાર પરશુરામ ભગવાન હતા પરશુરામનો ગુજરાત સાથે પણ પુરાણો નાતો છે તેઓએ સિદ્ધપુર ખાતે વિધિ વિધાનથી તેમની માતાનું શ્રાદ્ધ કર્યાના પુરાવા આજે પણ મોજુદ છે અને મોટાભાગની વ્યક્તિઓ માતાનું શ્રાદ્ધ કરવા માટે ભારત ભરમાંથી આજે પણ સિદ્ધપુર ખાતે આવી માતાનું શ્રાદ્ધ કરે છે
* પરશુરામે 32 વખત ધરતીને ક્ષત્રિય વગરની કરી આ અંગે ગ્રંથોમાં ઉલ્લેખ છે
* સૌપ્રથમ ગાયની રક્ષા માટે હથિયાર ઉઠાવનાર પરશુરામ ભગવાન હતા
* પરશુરામનો ગુજરાત સાથે પણ પુરાણો નાતો છે તેઓએ સિદ્ધપુર ખાતે વિધિ વિધાનથી તેમની માતાનું શ્રાદ્ધ કર્યાના પુરાવા આજે પણ મોજુદ છે
* બ્રાહ્મણપુત્ર પરશુરામે હથિયાર ધારણ કેમ કર્યા