Connect with us

Chhota Udepur

જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંદવાડા તેમજ દિપક ફાઉન્ડેશન દ્વારા એક્ષરે નિદાન કેમ્પ યોજાયો

Published

on

Akshare Nidan Camp organized by District Tuberculosis Center Chotaudepur and Primary Health Center Mandwara as well as Deepak Foundation

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

સમુદાય માં થી વહેલી તકે ટીબી રોગના દર્દીઓ શોધી કાઢી ઝડપથી સારવાર પર મુકી રોગમુક્ત કરવા નાં હેતુસર જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર તથા દિપક ફાઉન્ડેશન દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંદવાડા નાં ભેખડીયા ખાતે ટીબી રોગની તપાસ માટે એક્ષરે નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં ૧૦૦થી વધુ કેસો માટે મફતમાં છાતી નાં એક્ષરે કાઢી ને ટીબી રોગના દર્દીઓ શોધવા ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, આ ઉપરાંત ડાયાબિટીસ ની પણ તપાસ કરવામાં આવી હતી.

Advertisement

Akshare Nidan Camp organized by District Tuberculosis Center Chotaudepur and Primary Health Center Mandwara as well as Deepak Foundation
આ તબક્કે જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ, જિલ્લા ટીબી એચઆઈવી કો-ઓર્ડીનેટર વાલસિંગભાઈ રાઠવા, આજ સંસ્થા નાં પ્રમુખ રતન ભગત, જિલ્લા પંચાયત સદસ્ય ભાવના બેન જયેશભાઇ રાઠવા તેમજ કવાંટ તાલુકા પંચાયત ઉપપ્રમુખ મિલનભાઈ રાઠવા, તાલુકા સદસ્ય ભારેશભાઇ રાઠવા તથા તાલુકા ટીબી સુપરવાઈઝર રફિકભાઇ સોની ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ના મેડિકલ ઓફિસર ડો.હિતેશ રાઠવા , પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંદવાડા નાં સુપરવાઈઝર જિતેશભાઇ રાઠવા, ભેખડીયા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર કલ્પના બેન રાઠવા અને આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

error: Content is protected !!