Connect with us

Chhota Udepur

જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર તથા ક્ષય કેન્દ્ર દ્વારા સબ જેલ છોટાઉદેપુર ખાતે સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

આજે સબ જેલ છોટાઉદેપુર ખાતે જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર તથા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા તેમજ સબ જેલ છોટાઉદેપુરનાં સહયોગથી સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા ક્ષય અધિકારી ડો. ભરતસિંહ ચૌહાણ તથા એમ.ઓ.ડીટીસી ડો. કુલદીપ શર્મા, તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો નાં મેડિકલ ઓફિસર સહિત ની ટીમ તથા જેલ સુપ્રિટેન્ડેન્ટ એસ.એચ વસાવાની ઉપસ્થિતિમાં ૧૯૦ થી વધુ કેદી લાભાર્થી ઓ નુ સ્ક્રીનીંગ કરી ને જરુરી ટેસ્ટ કરી જરુરી સારવાર આપવામાં આવી હતી.

Advertisement

કમિશનર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મળેલ સૂચના અનુસાર વિવિધ કસ્ટડીઓમાં રહેનાર લોકો જેવા કે જેલ, મહિલા ગૃહો, વ્યસન મુક્તિ કેન્દ્રો, બાળ સંરક્ષણ ગૃહોમાં એક ખાસ ઝૂંબેશ નાં ભાગરૂપે ઈન્ટીગ્રેટેડ વેલનેસ કેમ્પયોજવા નું નક્કી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજરોજ તારીખ ૯/૧૦/૨૦૨૩ નાં રોજ સબ જેલ છોટાઉદેપુર ખાતે સદર કેમ્પ યોજી ટીબી,એચઆઈવી,એસટીઆઈ, હિપેટાઇટિસ બી’એચસીવી જેવાં રોગો માટે ની તપાસ તથા જરૂરી સારવાર આપવામાં આવી હતી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો સીબી ચૌબીસા નાં માર્ગદર્શન હેઠળ યોજાયેલ સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ માં જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર, અર્બન હેલ્થ સેન્ટર છોટાઉદેપુર,ડાપકુ વડોદરા, આઇસીટીસી તેમજ એસટીઆઈ કાઉન્સિલર છોટાઉદેપુર,એઆરટી સેન્ટર જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર સહિત ની સમગ્ર ટીમ ઉપસ્થિત રહીને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો તેમ જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર નાં વાલસિંગભાઇ રાઠવા જણાવ્યું હતું.

Advertisement
error: Content is protected !!