Connect with us

Chhota Udepur

જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર પાનવડ ખાતે સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો.

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

અવધ એક્સપ્રેસ, તા.૨૧

Advertisement

 

જિલ્લા પંચાયત આરોગ્ય શાખા છોટાઉદેપુર દ્વારા પાનવડ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો જેમાં જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ના ચેરમેન ગુમાનભાઈ રાઠવા તથા જિલ્લા પંચાયત કારોબારી સમિતી નાં અધ્યક્ષ શર્મિલા બેન રાઠવા, કવાંટ તાલુકા પંચાયત પ્રમુખ મિલનભાઇ રાઠવા જિલ્લા પંચાયત સદસ્ય સુરેશભાઈ રાઠવા, પાનવડ સરપંચ ઇન્દ્રસિંહ રાઠવા ઉપરાંત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બીએમ ચૌહાણ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સીબી ચોબીશા, ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

કાર્યક્રમ માં વિવિધ બિમારીઓ ગ્રસિત દર્દીઓ  માટે ધીરજ હોસ્પિટલમાં થી વિવિધ રોગોના તજજ્ઞોએ તેમજ કવાંટ તાલુકાના તબીબી અઘિકારીઓ તથા આરોગ્ય કર્મચારીઓ હાજર રહી સેવાઓ આપી હતી,જ્યારે સામુહિક આરોગ્ય કેન્દ્ર ના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડો.શૈલેષ રાઠવા તથા તાલુકા આરોગ્ય અધિકારી ડો જીગ્નેશ પ્રજાપતિ દ્વારા સમગ્ર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!