Chhota Udepur

જેતપુરપાવીના કદવાલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

જેતપુરપાવી તાલુકાના કદવાલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય શાખા જિલ્લા પંચાયત છોટાઉદેપુર અને ધીરજ હોસ્પિટલ વાઘોડિયા (વડોદરા) દ્વારા આયુષ્યમાન ભવ કાર્યક્રમ અંતર્ગત કેમ્પ યોજાયો હતો. જેમાં જુદા જુદા રોગની સારવાર કરી દવા વિતરણ કરવામાં આવી હતી.ધીરજ હોસ્પિટલ વાઘોડિયા દ્વારા અવાર નવાર તાલુકાના ગામડાઓમાં નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ કેમ્પનું આયોજન કરીને ગામડાઓમાં નિઃશુલ્ક એલોપેથીક સારવાર મળી રહે તે માટે આયોજન કરવામાં આવે છે. આ કેમ્પમાં વિવિધ રોગો જેવા કે હૃદય રોગ, આંખ, કાન , નાક, ગળા, બાળ રોગ, સ્ત્રી રોગ, માનસિક રોગો ના નિષ્ણાત ડોક્ટરો દ્વારા નિદાન સાથે લેબોરેટરી તપાસ સાથે જરૂરિયાત મંદ દર્દીઓને તત્વરિત નિષ્ણાંત તબીબો દ્વારા સારવાર આપવામાં આવી હતી.

Advertisement

આ કેમ્પમાં સ્પેશ્યાલીસ્ટ ડૉક્ટરોની ટીમ દ્વારા સર્વ રોગ નિદાન કરવામાં આવ્યું. આ કેમ્પમાં કુલ ૩૦૦ થી વધારે લોકોએ ભાગ લઈ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. ડોક્ટર્સ તેમજ પેરા મેડિકલ સ્ટાફ દ્વારા ખડેપગે સેવા આપવામાં આવી હતી.આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત જિલ્લા પંચાયત પુર્વ પ્રમુખ રમણભાઈ બારીયા, સા.આ.કેન્દ્ર અધિક્ષક ડો. વિકાસ રંજન, ડો. કૈલાશ રાઠવા, ડો. રવી પટેલ, ડો.આસ્તિક થોરાટ, ડો.ધ્રુવ રાઠોડ સહિતના ડોક્ટરોએ ઉપસ્થિત રહી પોતાનું યોગદાન આપ્યું હતું.

Advertisement

Trending

Exit mobile version