Chhota Udepur
સૈડીવાસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો.

પ્રતિનિધિ, કાજર બારીયા
કવાંટ તાલુકાના સૈડીવાસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા છોટાઉદેપુર અને આર્યુવેદિક શાખા છોટા ઉદેપુર દ્વારા આજ રોજ સર્વેરોગ નિદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં જિલ્લા પંચાયત નાં પ્રમુખ મલકાબેન. બી પટેલ દ્વારા દીપ પ્રગટાવી સર્વરોગ નિદાન કેમ્પ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં જિલ્લા પંચાયત નાં સદસ્ય સુરતન ભાઈ રાઠવા તથા જિલ્લા પંચાયત નાં સદસ્ય ભીલ રણજિત ભાઈ તથા ગામ નાં સરપંચ જતનભાઈ રાઠવા તથા તાલુકા ઉપપ્રમુખ મિલનભાઈ રાઠવા અને કારોબારી અધ્યક્ષ પીન્ટુભાઈ રાઠવા તાલુકા ના આરોગ્ય નાં અધિકારી ગણ તમામ આરોગ્ય નો સ્ટાફ તથા આશા બેહનો આંગણવાડી કાર્યકર સહિત મોટી સંખ્યામાં લાભાર્થી ઓ ઉપસ્થિત રહ્યા હતા.
યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્પમાં ૪૭૩ જેટલા લાભાર્થી ઓ લાભ લીધો હતો, સર્વરોગ નિદાન કેમ્પ ને સફળ બનાવવા તાલુકા આરોગ્ય અધિકારી ડો. પી કે વણકર તથા આથાડુંગરી મેડિકલ ઓફીસર આશિષ બારીયા તથા સૈડીવાસણ મેડિકલ ઓફીસર ડો. અશોક સેન તથા પી.એચ.સી સુપરવાઈઝર રણછોડભાઈ રાઠવા સહિત ની ટીમ કામે લાગી હતી.
કાર્યક્રમ નું સફળ સંચાલન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સૈડીવાસણના સુપરવાઈઝર રણછોડભાઈ રાઠવા એ કર્યું હતું.