Chhota Udepur
કવાંટ તાલુકાના સમલવાંટ ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
કવાંટ તાલુકાના સમલવાંટ ખાતે આપણો વિસ્તાર સ્વસ્થ વિસ્તાર ઉક્તિને સાર્થક કરવા આદિવાસી સમાજનાં નિષ્ણાત ડોક્ટરો તેમજ સમાજનાં યુવાનોના સહયોગ થી આદિવાસી વિસ્તાર નાં પ્રજાજનો માટે અને તેમના સ્વાસ્થ્ય સુખાકારી માટે સર્વે રોગ નિદાન કેમ્પ નું આયોજન કવાંટ તાલુકાના સમલવાંટ ખાતે કરવામાં આવ્યું હતું.
આદિવાસી સમાજનાં નિષ્ણાત ડોક્ટરો તેમજ સમાજનાં યુવાનો દ્વારા અવાર નવાર તાલુકાના ગામડાઓમાં નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ કેમ્પનું આયોજન કરીને ગામડાઓમાં નિઃશુલ્ક એલોપેથીક સારવાર મળી રહે તે માટે આયોજન કરવામાં આવે છે. આ કેમ્પમાં વિવિધ રોગો જેવા કે હૃદય રોગ, આંખ, કાન , નાક, ગળા, બાળ રોગ, સ્ત્રી રોગ, માનસિક રોગો ના નિષ્ણાત ડોક્ટરો દ્વારા નિદાન સાથે લેબોરેટરી તપાસ સાથે જરૂરિયાત મંદ દર્દીઓને તત્વરિત નિષ્ણાંત તબીબો દ્વારા સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પમાં સ્પેશ્યાલીસ્ટ ડૉક્ટરોની ટીમ દ્વારા સર્વ રોગ નિદાન કરવામાં આવ્યું. આ કેમ્પમાં કુલ ૫૦૦ થી વધારે લોકોએ ભાગ લઈ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.
આ કેમ્પ માં, ન્યુરો સર્જન, ઓર્થોપેડીક સર્જન, જનરલ સર્જન, યુરો સર્જન, અલગ અલગ હોસ્પિટલના અનુભવી ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી. કેમ્પમાં વિનામૂલ્યે સારવાર અને દવા આપવામાં આવી હતી અને ડાયાબિટીસનાં દર્દીઓ માટે સુગર ની તપાસ, પ્રસુતિ ની તપાસ,મલેરીયા ની તપાસ ,બીપી તપાસ, હિમોગ્લોબીન તપાસ પણ કરવામાં આવી હતી.આ સર્વ રોગનિદાન કેમ્પ માં ૫૦૦ જેટલા ભાઈ-બહેનો એ લાભ લીધો હતો.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત, ડો. ઉમેશ રાઠવા, ડો. પિંકેશ રાઠવા, ડો, જીતેન્દ્ર રાઠવા, ડૉ, રાહુલ રાઠવા, ડૉ. મેહુલ પારઘી, ડૉ, હિમાંશુ રાઠવા, ડૉ, મેહુલ રાઠવા સહિતના ડોક્ટરોએ ઉપસ્થિત રહી પોતાનું યોગદાન આપ્યું હતું.