Chhota Udepur

સબ જેલ છોટાઉદેપુર ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો.

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

આજે સબ જેલ છોટાઉદેપુર ખાતે જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર તથા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા તેમજ સબ જેલ છોટાઉદેપુર નાં સહયોગથી સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ તથા એમ ઓ ડીટીસી ડો કુલદીપ શર્મા, જિલ્લા ટીબી એચ આઈ વી કો ઓર્ડીનેટર વાલસિંગભાઈ રાઠવા, જિલ્લા પ્રોગ્રામ કો ઓર્ડીનેટર કુલદીપસિંહ ગોહિલ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો નાં મેડિકલ ઓફિસર સહિત ની ટીમ તથા જેલ સુપ્રિટેન્ડેન્ટ એચ એ બાબરીયાની ઉપસ્થિતિમાં કેદી લાભાર્થી ઓ નુ સ્ક્રીનીંગ કરી ને જરુરી ટેસ્ટ કરી જરુરી સારવાર આપવામાં આવી હતી.

Advertisement

કમિશનર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મળેલ સૂચના અનુસાર વિવિધ કસ્ટડીઓમાં રહેનાર લોકો જેવા કે જેલ, મહિલા ગૃહો , વ્યસન મુક્તિ કેન્દ્રો,બાળ સંરક્ષણ ગૃહોમાં એક ખાસ ઝૂંબેશ નાં ભાગરૂપે ઈન્ટિગ્રેટેડ વેલનેસ કેમ્પ તારીખ ૧૫/૫/૨૦૨૩ થી તારીખ ૧૪/૬/૨૦૨૩ સતત મહિના સુધી યોજવા નું નક્કી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજરોજ તારીખ ૧૯/૫/૨૦૨૩ નાં રોજ સબ જેલ છોટાઉદેપુર ખાતે સદર કેમ્પ યોજી ટીબી,એચઆઈવી,એસટીઆઈ, હિપેટાઇટિસ બી એચસીવી જેવાં રોગો માટે ની તપાસ તથા જરૂરી સારવાર માટે ના કેમ્પ માં જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ નાં માર્ગદર્શન હેઠળ તબીબી અઘિકારીઓ ડો.કુલદીપ શર્મા, ડો નિકુંજ,ડો. પાર્થ,ડો.અભિષેક,ડો.વરુણ તેમજ આઇસીટીસી કાઉન્સિલર સંજયભાઈ રાઠવા, અનીલભાઈ સુતરીયા, ટીબી લેબોરેટરી સુપરવાઈઝર પરેશભાઈ વૈધ, લેબોરેટરી ટેકનિશયન રાહુલ ઠક્કર, મહેશભાઈ રાઠવા, હેમાંગીની રાઠવા, જયેશભાઇ મકવાણા તેમજ અર્બન હેલ્થ સેન્ટર નાં એસઆઈ રાજુભાઇ રાઠવા,પીનલ બેન રાઠવા, કૈલાસ બેન રાઠવા, જાગૃતીબેન રાઠવા સહિત ની સમગ્ર ટીમ ઉપસ્થિત રહીને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

Advertisement

Trending

Exit mobile version