Connect with us

Gujarat

તમામ સર્વિસ પ્રોવાઈડર દ્વારા મોબાઇલમાં કુદરતી આપત્તિથી બચવા-સાવચેતી રાખવા માટે ટેસ્ટિંગ મેસેજ આવશે

Published

on

All the service providers will send a testing message to the mobile to take precautions against natural calamities

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

સમગ્ર રાજ્યમાં તા.૧૬ ઓક્ટોબર ૨૦૨૩ સોમવારના રોજ સવારે ૧૧.૦૦ કલાકે ‘ ખૂબ મોટા પાયા પર મેસેજ ટેસ્ટિંગ’ પ્રોગ્રામ અંતર્ગત એસ.એમ.એસ થનાર છે. સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમએ મોબાઈલ ઉપકરણો પર વિવિધ કુદરતી આપત્તિની મહત્વપૂર્ણ માહિતી મોકલવા માટેની સુવિધા છે. જે નવીન ટેકનોલોજી ને આધારે ફાયર કરવામાં આવશે. હવામાનની વિવિધ ગંભીર ચેતવણીઓથી લઈને સ્થળાંતર, બચાવ કામગીરી જેવી સૂચનાઓ મોબાઈલ ઉપકરણો દ્વારા જાહેર જનતાને સલામતી માટે મોકલવામાં આવશે. આ અંગેના આપના મોબાઈલ ઉપર ટેસ્ટીંગ મેસેજ પ્રસારિત થશે.

Advertisement

“આ સેમ્પલ ટેસ્ટિંગ મેસેજ” છે જે ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ દ્વારા મોકલવામાં આવે છે. આ મેસેજ- સંદેશને અવગણવો કારણ કે તમારા તરફથી કોઈ પગલાં કે ચિંતા કરવાની જરૂર નથી. આ સંદેશ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા લાગુ કરવામાં આવી રહેલી સમગ્ર દેશની ઇમરજન્સી એલર્ટ સિસ્ટમના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો છે.

All the service providers will send a testing message to the mobile to take precautions against natural calamities

કટોકટી દરમિયાન સમયસર ચેતવણી આપીને જાહેર સલામતી વધારવા તેમજ જાનહાનિ અટકાવવાના ઉદ્દેશ્ય સાથે ભવિષ્યમાં આ વ્યવસ્થા અમલી બનાવવામાં આવનાર છે તેના પરીક્ષણના ભાગરૂપે આ મેસેજ મોકલવામાં આવનાર છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે,નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી- એન ડી એમ દ્વારા સેચેટ પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. આ પોર્ટલ થકી જાહેર જનતાને ડિઝાસ્ટર સંબંધી મેસેજ અલગ અલગ માધ્યમથી મોકલી શકાય છે.

Advertisement
error: Content is protected !!