Vadodara

વડોદરા જિલ્લાના તમામ મતદારોને મતદાન કરવા માટે મળશે આમંત્રણ

Published

on

ચૂંટણી તંત્ર દ્વારા લોંચ કરાયેલી વેબસાઇટમાં નામ એન્ટર કરવાથી મળશે ડિઝીટલ ઇન્વિટેશન
વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મહત્તમ મતદાન માટે એક નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. વડોદરા શહેર અને જિલ્લાના મતદારોને હવે આગામી તા.૭ના રોજ અવશ્ય મતદાન કરવા જવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઓનલાઇન આમંત્રણ પાઠવવામાં આવશે. આ વેબસાઇટને લોંચ કરવામાં આવી છે.
લોકશાહીના આ મહાપર્વમાં નાગરિકોની ભાગીદારી વધે એ માટે વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. મતદાર જાગૃતિ માટે રેલી, સંકલ્પપત્રો, મહિલા રેલી સહિતના કાર્યક્રમો ઉપરાંત વિશ્વવિદ્યાલયો અને કોલેજોમાં કાર્યક્રમો બાદ બે દિવસ પૂર્વે બાર ફૂટના રંગલા રંગલીને શહેરમાં ફરતા કરવામાં આવ્યા છે. આ રંગલા રંગલીના નવતર પ્રયોગે આકર્ષણ જમાવ્યું છે, તેની સાથે મતદારોને ડિઝીટલી ઇન્વિટેશન આપવા માટે હવે એક ખાસ વેબસાઇટ લોંચ કરવામાં આવી છે.
www.invitation4votedeovad.in આ વેબ સાઇટ ઉપર જઇ મતદાર માત્ર પોતાનું નામ એન્ટર કરી જિલ્લા ચૂંટણી અધિકારી તરફથી મતદાન કરવાનું આમંત્રણ મેળવી શકે છે. આ આમંત્રણ પત્ર સુંદર રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. જેમાં કલેક્ટર તરફથી મતદારોને દેશ માટે દસ મિનિટ ફાળવવાની વિનંતી પણ કરવામાં આવે છે. આ વેબસાઇટનું ઇન્ટરફેસ એકદમ સરળ છે. માત્ર નામ દાખલ કરવાથી આમંત્રણ મળી જાય છે. વળી, મતદાન મથકની વિગતો જાણવા માટેની લિંક પણ તેમાં મળી જાય છે.


આ વેબસાઇટનું જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહ, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ દ્વારા લોંચિંગ કરવામાં આવ્યું છે. આ વેબસાઇટ ઉપર જઇ આમંત્રણ મેળવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
ચરિત્ર નિર્માણ સંસ્થાના શ્રી રામકૃષ્ણ ગોસ્વામીએ જણાવ્યું કે શ્રેષ્ઠ ભારતના નિર્માણ માત્ર મતદાન એ રાષ્ટ્ર ધર્મ છે.લોકસભા ચૂંટણીમાં તેમણે વધુમાં વધુ મતદાન કરવા અનુરોધ કર્યો હતો.
નિગમના સહાયક મેનેજરશ્રી મનું મિશ્રાએ દિવ્યાંગ મતદારોને પ્રેરણા આપતા ચૂંટણીના પર્વને એક ઉત્સવ તરીકે મનાવી અન્ય પાંચ લોકોને મતદાન કરાવવા જણાવ્યું હતું. સંસ્થાના પ્રો.જે.એમ પનારાએ સંસ્થાની વિગતો આપી હતી.

Advertisement

Trending

Exit mobile version