Panchmahal
હાલોલ પોલીસ સ્ટેશનમમાં કેદીને માર માર્યો હોવાનો આક્ષેપ
પંચમહાલ જિલ્લાના હાલોલમાં પોલીસ સ્ટેશનમાં રહેલા કેદીને પોલીસે માર માર્યાનો મામલો સામે આવ્યો છે. હાલોલમાં જાહેરમાં બનેલ ફાયરિંગની ઘટનામાં શકમંદ રીક્ષા ચાલક યુવાનને પોલીસે ઝડપી પાડ્યો હતો. બાદમાં ગુન્હો કબૂલ કરાવવા પોલીસે માર માર્યો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. સાથે ગુન્હા માં યુવક ની કોઈજ સંડોવણી હોવાના પોલીસ પાસે કોઈજ પુરાવા ન હોવાનું પરિવારજનો એ જણાવ્યું છે
આ બનાવની વિગત મુજબ યુવકને ગુન્હો કબૂલ કરાવવા હાલોલ શહેર પીઆઇની હાજરીમાં જિલ્લા એસઓજીના માણસોએ માર માર માર્યો હોવાના આક્ષેપ કર્યા છે.અસરગ્રસ્ત યુવક ના માથા માં મેજર ઓપરેશન દવારા પ્લેટો નાખવામાં આવી છે વારે ઘડીએ સમતુલન રહેતું નથી અને તેની સ્થતી નાજુક હોવાનું પરિવારજનો એ પોલીસ ને જણાવ્યું હતું તેમ છતાં પોલીસ દ્વારા યુવકને એટલો માર મારવામાં આવ્યો હતો તેથી યુવકની તબિયત લથડતા રાત્રે હાલોલ સરકારી દવાખાનામાં દાખલ કરવાની ફરજ પડી હતી. યુવકના હાથ અને શરીર પર ઇજાના નિશાનો જોવા મળી રહ્યા છે. આટલું જ નહીં ઇજાગ્રસ્ત યુવકને મગજમાં ઇજાઓ થયાની આશંકાને લઈ વડોદરા રીફર કરાયો છે.
આ મામલે ઇજાગ્રસ્ત યુવકના ભાઇએ મિડીયા સાથે વાત કરતાં જણાવ્યું હતુ કે મારા ભાઇને લોકઅપમાંથી કાઢીને પીઆઇની રૂમમાં લઇ ગયા હતા.
ત્યાં પટ્ટાથી માર માર્યો અને એવુ કહેતા હતા કે ગુન્હો કબૂલ કર નહીંતર તને લાંબી સજા થશે.જબરજસ્તી ગુન્હો કબૂલ કરાવતા હતા તેથી ગંભીર ઇજાઓ પહોંચી છે.તેથી મને પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો કે તમારા ભાઇની દવાની જૂની ફાઇલ લઇને આવો.હુ અહીં આવ્યો ત્યારે ડોક્ટરે કહ્યુ માથામાં ઇજા હોવાથી વડોદરા સિફટ કરવો પડશે. આ મામલે મારા ભાઇને ખોટી રીત ફસાવવામાં આવી રહ્યો છે હોસ્પિટલ માં મીડિયા દવારા કવરેજ કરાયું હતું તે પ્રકાશિત ન થાય માટે પોલીસ લોકપ માથી મારા ભાઈ સાથે પોલીસે મારી સાથે વાત કરાવી મીડિયા માં ન આવે તેવું જોજો કહ્યું હતું તેથી પોલીસ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે
આ સાથે પરિવારજનોનો આક્ષેપ છે કે વડોદરા રિફર કરવા માટે પોલીસે વાહન ન હોવાનુ જણાવી યુવકને કસ્ટડીમાં રાખ્યો હતો. આથી પરિવારજનોએ જિલ્લા કન્ટ્રોલમાં ફોન કરી જાણ કરી હતી. અને યુવકને સારવાર અર્થે ખસેડાયો હતો. ઇજાગ્રસ્ત યુવક શાહીદ મકરાનીએ મિડીયા સાથે વાત કરતાં જણાવ્યું હતુ કે હવામાં ફાયરિંગ થવાના કેસમાં મને અરેસ્ટ કર્યો હતો અને લોકઅપમાં રાખ્યા બાદ કાલે મને પીઆઇની રૂમમાં લઇ ગયા હતા.ત્યા મને માર મારવામાં આવ્યો અને જબરજસ્તી લોકોના નામ લેવા દબાણ કરવામાં આવ્યુ.જ્યારે પીઆઇએ મને હાથ પણ અડાવ્યો નથી. અને હવે ન મારશો તેમ કહેતા હતા.
- જાહેરમાં ફાયરિંગ થવાની ઘટનામાં પોલીસે શકમંદ રિક્ષા ચાલક યુવકને ઝડપી પાડ્યો હતો
- પીઆઇની ઓફીસમાં બોલાવી યુવકને માર માર્યો હોવાનો આક્ષેપ
- યુવકને ખોટી રીતે આ કેસમાં ફસાવ્યો હોવાનો પરિવારજનોનો આક્ષેપ