Connect with us

Gujarat

પાદેડીઅડોર ગામે બની રહેલ RCC રસ્તા ના કામમાં હલકી ગુણવત્તાનુ મટીરીયલ વપરાતું હોવાની લોકબૂમ

Published

on

Alleged use of inferior quality material in RCC road work under construction at Padediador village

સંતરામપુર તાલુકાના પાદેડી અડોર ગામ ની હદ અને ઉબેર ગામની હદ ઉપર આવેલ ચીબોટાનદીના પુલ ઉપર આરસીસી રસ્તા નું કામ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે તે પહેલા આ માર્ગ ડામર માર્ગ હતો અને હમણાં છે તેની ઉપર માત્ર ને માત્ર સીધેસીધું કોઈપણ જાતનું ખોદકામ કર્યા વગર આરસીસી કોંક્રેટ નું મિશ્રણ કરીને રસ્તો બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે જેને લઇને સ્થાનિક લોકો દ્વારા આ કોન્ટ્રાક્ટર દ્વારા જે રસ્તો બનાવવામાં આવે છે તે રસ્તાને જેસીબી થી પૂરેપૂરો જમીન લેવલે સાફ-સફાઈ કર્યા વગર અને તેમાં નક્કી કરેલું સ્ટીલ લોખંડ અને ગુણવત્તા વાળું મટીરીયલ વાપરવામાં આવ્યું નથી જેને લઈને આ માર્ગ વહેલામાં વહેલી તકે તૂટી જાય તેવી આશંકાને લઈને લોકોમાં આવી નબળી કામગીરી પ્રત્યે ભારે રોષ ભભૂકી ઊઠેલો જોવા મળે છે.

Alleged use of inferior quality material in RCC road work under construction at Padediador village
સ્થાનિક લોકો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર ઉંબેર અને પાદરડી ગામની હદ ઉપર આવેલ ચીબોટા નદીના પુલ ઉપર સતત 24 કલાક રાહદારીઓની નેવાહન ચાલકોની અવર-જવર રહે છે અને આ રસ્તા ની બાજુમાં મોટો ડુંગર આવેલો છે એ ડુંગરમાંથી સતત પાણી વહ્યા કરે છે અને ચોમાસાની અંદર તો પાણી ખૂબ જ વધી જવાને કારણે દર વર્ષે આ માર્ગ જર્જરી થઈ અને તૂટી જાય છે ચાલુ સાલે પણ આ માર્ગને આરસીસી થી બનાવવામાં આવી રહ્યો છે ત્યારે તેમાં હલકી કક્ષાનો સિમેન્ટ રેતી કપચી વાપરવામાં આવેલહોવાને લીધે હાલમાં સ્થળ ઉપર બની રહેલો રોડ એકદમ તકલાદી બનતો હોઇ જે આ રોડ લાંબો સમય સુધી ટકી શકે તેમ નથી જેને લઇને ગ્રામજનો ની માંગણી છેકે આ રસ્તાની કામગીરી કરવામાં આવી રહી છે

Alleged use of inferior quality material in RCC road work under construction at Padediador village

તેને સારી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરીને રસ્તો બનાવવામાં આવે???ને હાલ જે આ રસ્તા ની જે કામગીરી થઈ છે તે ને જે કામગીરી થઈ રહી છે તે પલાનએસટીમેંનટ મુજબ થાય છે કે કેમ તેની તપાસ માટે ની માંગ ઉઠેલ છે. ત્યારે સરકાર અને પી.ડબલ્યુ. ડી.સ્ટેટ વિભાગ દવારા અંગે ઊચ્ચસતરે કામગીરી ની ને વપરાયેલ મટીરીયલ ની ગુણવત્તા ની ને કામગીરી પલાનએસટીમેંનટ મુજબ ની થાય છે કે કેમ તેની તલસ્પર્શી તપાસ કવોલીટીકંટોલ દવારા સ્પેશીયલ ટીમ નીમીને તપાસ કરાવવા ની માંગ કરેલ છે.
અહેવાલ તસ્વીર:-/સલમાન મોરાવાલા સંતરામપુર.

Advertisement
error: Content is protected !!