Chhota Udepur
છોટાઉદેપુર જીલ્લામાં કૂલ ૧.૪૫ લાખ સિંગ તેલના પાઉચ તેમજ ૭૩ હજાર કિગ્રા ખાંડના જથ્થાની ફાળવણી
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
અંત્યોદય, બીપીએલ અને એનએફએસએ હેઠળ આવતા કુટુંબોને સપ્ટેમ્બર-૨૦૨૩ માસ માટે કાર્ડ દીઠ ૧ લીટર સિંગતેલ રૂ.૧૦૦/- પ્રતિ લીટરના રાહત દરે વિતરણ કરવાનું છે. જયારે જીલ્લા ના અંત્યોદય કાર્ડધારકોને કાર્ડ દીઠ ૧ કિગ્રા પ્રમાણે રૂ.૧૫/-ના ભાવે અને બી.પી.એલ કાર્ડધારકોને કાર્ડ દીઠ ૧કિગ્રા પ્રમાણે રૂ.૨૨/-ના ભાવે ખાંડના જથ્થાનું વિતરણ કરવાનું છે. આ વિતરણ જન્માષ્ટમી અને તહેવારોને ધ્યાને લઈને ખાસ વિતરણ કરવામાં આવનાર છે. જીલ્લા પુરવઠા અધિકારીની કચેરીમાંથી તમામ સસ્તા અનાજની દુકાનદારોને સુચના આપવામાં આવી છે
કે કાર્ડની સંખ્યા પ્રમાણે જ મળવાપાત્ર જથ્થો મળે તે ધ્યાને લઈ સિંગતેલના પાઉચનું વિતરણ કરવા જણાવ્યું છે. આ ઉપરાંત પુરવઠા અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે લાભાર્થીઓને આધાર બેઈઝ ઓથેન્ટિકેશનથી જ વિતરણ થાય છે આ માટે તપાસણી-ચકાસણી કરવા માટે અંગત લક્ષ આપવા માટે તાકીદ કરી છે. રાજ્ય સરકાર દ્વારા બજાર ભાવો કરતા ઘણા ઓછા ભાવે લાભાર્થીઓને તેલનો જથ્થો મળી રહે તે માટે નાણાકીય ભારણ ભોગવીને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વિતરણ કરવામાં આવે છે. છોટાઉદેપુર જીલ્લામાં સિંગતેલના ૧ લીટરના પાઉચ કૂલ ૧,૪૫,૯૪૧ પાઉચ તેમજ ખાંડની કૂલ ફાળવણી પ્રતિ કાર્ડ દીઠ ૧ કિગ્રા પ્રમાણે ૭૩,૧૮૯ કિ.ગ્રા.ની ફાળવણી થયેલ છે.
* જીલ્લા પુરવઠા આધિકારી દ્વારા રાહત દરે મળતા સિંગતેલ અને ખાંડના વિતરણનો લાભ લેવા લાભાર્થીઓને અનુરોધ