Surat
આધુનિકીકરણની સાથે કાપડ ઉદ્યોગ મેક ઇન ઇન્ડિયાના પંથે આગળ વધી રહ્યો છે
(સુનિલ ગાંજાવાલા દ્વારા સુરત)
દેશનો કાપડ ઉદ્યોગ આધુનિકીકરણને અપનાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેઈક ઇન ઇન્ડિયાના ધ્યેયને પૂર્ણ કરવાની દિશામાં આગળ વધી રહ્યો છે. આ શબ્દો હતાં દેશના કાપડ અને રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશના.
તેમણે સુરતમાં દ.ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ટેક્સટાઈલ ફેડેરેશન આયોજિત સી-ટેક્ષ એક્સપો ખુલ્લુ મૂક્યુ હતું. કાપડ ઉદ્યોગ માટેની અત્યાધુનિક ટેકનોલોજીનું નિદર્શન કરતું આ પ્રદર્શન ખુલ્લુ મૂકતાં તેમણે આ શબ્દો ઉચ્ચાર્યા હતા.કેન્દ્રીય ટેકસટાઇલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ધ ટેક્ષ્ટાદઈલ ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે 8થી 10 જુલાઈ સુધી આયોજિત ત્રિ-દિવસીય સી-ટેક્ષ એક્ઝિબિશને ખુલ્લું મૂકવામાં આવ્યું હતુ
. સી-ટેક્ષ શ્રેણીના આ આઠમા પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ શહેરના કાપડ ઉદ્યોગને નવી દિશા અને ગતિ આપવાનો છે. ટેક્સટાઇલ ક્ષેત્રમાં વપરાતી અદ્યતન ટેકનોલોજી અને મશીનરી માટે યોજાનારા આ એક્ઝિબિશનનો સીધો લાભ સુરતની ઓળખ સમા કાપડ ઉદ્યોગને મળશે એવું કહેતા કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષે ઉમેર્યું હતું કે, ટેકસટાઇલ ઉદ્યોગમાં આવતી આધુનિકતાને કારણે આપણે વડાપ્રધાનના મેક ઇન ઇન્ડિયાના ધ્યેયને ઝડપથી પૂર્ણ કરવા તરફ સફળ રીતે આગળ વધી રહ્યા છીએ. તેમણે યુવાઓને દેશના વિકાસમાં પોતાનો મહત્તમ ફાળો આપવા સૂચન કર્યું હતું. કાપડ ઉદ્યોગના વ્યાપારી અને ઉત્પાદનકર્તાઓ સાથે સીધો સંવાદ સાધી તેઓને સ્વદેશી મશીનરીનો ઉપયોગ કરવા અને સંપૂર્ણ આત્મનિર્ભરતા તરફ આગળ વધવા જરૂરી તમામ પ્રયત્નો કરવા અપીલ પણ કરી હતી.