Gujarat

આંબાખુટ કાનપુર ગામે બાજરીના ખેતરમાંથી લીલા ગાંજાના ૦૮ છોડ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો

Published

on

(અવધ એક્સપ્રેસ દ્વારા)
ઘોઘંબા તાલુકો ગાંજાના વાવેતર તથા વેચાણ માટેનું વડુમથક બની ગયો છે તાલુકામાં ગાંજા નું વાવેતર અને ઘોઘંબા નગરમાં ગાંજા નું વેચાણ મોટા પ્રમાણ માં થઈ રહ્યું છે સ્થાનિક યુવાનો ને ગાંજાના બંધાણી બનાવી પરપ્રાંતિયો વેપારની આડમાં યુવાનો માટે મોત વેચી રહ્યા છે પંચમહાલ જિલ્લા SOG પોલીસને બાતમી મળી હતી કે ઘોઘંબા તાલુકાના આંબાખુટ(કાનપુર) ગામે ડેરી ફળીયામાં રહેતા રસિકસિંહ માધુસિંહ સોલંકીએ તેના ખેતરમાં ગાંજો ઉગાડેલો છે

બાતમીના આધારે SOG પોલીસે આરોપીને સાથે લઈ તપાસ કરતા બાજરીના ખેતરમાં વાવેતર કરેલા લીલા ગાંજાના 8 છોડ મળી આવ્યા હતા જેની કિમત.રૂા.૪,૦૦,૪૦૦/- આકવામાં આવિછે SOG પોલીસે મુદ્દામાલને તપાસ અર્થે કબજે લઇ આરોપી રસિકસિંહ માધુસિંહ સોંલકીની અટકાયત કરી રાજગઢ પોલીસ સ્ટેશને NDPS એકટ મુજબની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી

Advertisement

Trending

Exit mobile version