Chhota Udepur
આંબાખુટ ગામ દેશ ભક્તિ ના રંગમાં રંગાયું ગ્રામજનો અનોખાં આનંદ થી ઉજવણીમાં જોડાયાં
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
આજરોજ આંબાખુટ પ્રાથમિક શાળા ના સંયુક્ત ઉપક્રમે સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી હતી. સુખીડેમ ના કિનારે આવેલા આંબાખૂટ ગામે સ્વતંત્ર દિવસના કાર્યક્રમમાં વસંનગઢ ગ્રામ પંચાયતના સરપંચ મણીબેન રાઠવા તમેજ શાળાના શિક્ષક મિત્રો, આંગણવાડી બહેનો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગામના આગેવાન ગૌતમ નાયકે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને સલામી આપી હતી, દેશભક્તિ ના રંગમાં આંબાખુટ ગામ રંગાયું હતુ. રાષ્ટ્રીય તહેવાર ને ગ્રામજનોએ સંપૂર્ણ મહત્વ આપી ને દેશની આજાદી ના લડવયા ને યાદ કરી.
દેશની એક્તા અને અંખડતા કાયમ માંટે જળવાઈ રહે તેવા સહિયારા પ્રયત્નો કરવામાં આવશે, જેતપુરપાવી થી ૨૪ કીલોમીટર દૂર સુખીડેમ નાં કાઠે કુદરતી સૌંદર્યમા લીલું સંમ ડુંગરો ની ગોદમાં આંબાખુટના ગ્રામજનોએ ખૂબ મોટી સખ્યામાં હાજરી આપી રાષ્ટ્રીય પર્વની ઊજવણી કરી સાથે સાથે ગામની એક્તા ના પણ દર્શન થયા, ગામનાં આગેવાન રાધવસિંહ ચંદ્રસિંહએ રાષ્ટ્રિય પર્વની શુભકામનાઓ આપી અને દેશને સ્વતંત્રત રાખવો એ આપણી દરેક ની જવાબદારી છે તેમ જણાાવ્યું હતુ. આ કાર્યક્રમમાં ગામના આગેવાનો, યુવાનો, શિક્ષકગણ, બાળકો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, આ તકે શાળાના માધ્યહન ભોજન સંચાલક ભારતભાઈએ જણાવ્યું હતું કે દેશભક્તિ માત્ર ૧૫ મી ઓગસ્ટ અને ૨૬ મી જાન્યુઆરી ૨ દિવસ પુરતી ના હોવી જોઈએ દેશ ભક્તિ લોહીમાં વણાયેલી રાખવી જોઈએ સાથે સાથે મહેમાનનો, ગ્રામજનોનો આભાર માન્યો હતો