Connect with us

Gujarat

વાવાઝોડાના ખતરા વચ્ચે વનકર્મીઓએ બાળ સિંહ ને બચાવ્યા

Published

on

amidst-the-threat-of-a-storm-foresters-rescued-bal-singh

નરવત ચૌહાણ દ્વારા “અવધ એક્સપ્રેસ”

બિપરજોય વાવાઝોડાને લઈ DCF ધારીની સુચના મુજબ આ આફઓ જસાધાર દ્વારા જસાધાર રેન્જ હેઠળ આવતા કાર્યક્ષેત્રમા સિંહોની સલામતી માટે વનકર્મીઓની અલગ અલગ ટીમો બનાવી ઉના તાલુકાના દરીયાઈ કાંઠા વિસ્તારમા વિહરતા સિંહો ના ગ્રુપ ઉપર સતત વોચ રાખવામા આવી રહી હતી જેમા આજરોજ ઉના તાલુકાના ઉમેજ ગામના રેવન્યુ વિસ્તાર મા જોવા મળતુ સિંહોનુ ગ્રપ જેમા સિંહણ 3 તથા સિંહબાળ 4 ઉમેજ ગામના ખેડુત જોધુભાઈ ઘેલુભાઈ સોલંકીની આંબાવાડીમા તેઓના માલઢોર વાછડાનુ મારણ કરેલ તથા ગાયને ઈજા પહોંચાડેલ

Advertisement

amidst-the-threat-of-a-storm-foresters-rescued-bal-singh

જ્યારબાદ આ ગ્રુપ મા જોવા મળતા ચાર સિંહબાળમાથી બે સિંહબાળ ખેતરમા આવેલ ખુલ્લા કુવામા પડી ગયેલ હતા જે વાતની જાણ તે વિસ્તાર મા પેટ્રોલિંગ કરતા સ્ટાફ ને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોચી વરસતા વરસાદમા Rfo જસાધાર પણ સ્થળ આવી તેઓના માર્ગદર્શન મુજબ સહી સલામત રીતે વનકર્મીઓએ તથા ટ્રેકર્સ ટીમે ભારી જહેમત ઉઠાવી બંન્ને સિંહબાળોને કુવામાંથી સુરક્ષીત બહાર કાઢી સ્થળ ઉપર જ વેટરનરી ડોક્ટર દ્વારા સારવાર આપી સિંહબાળ જેમા નર 1 તથા માદા 1 કુલ 2 બચ્ચાને મુક્ત કરી તેઓની માતા સાથે મિલન કરાવેલ હતુ

  • વિહરતા સિંહોના ગ્રુપ ઉપર સતત વોચ રાખવામા આવી રહી છે – 2 સિંહ બચ્ચાને મુક્ત કરી તેઓની માતા સાથે મિલન કરાવ્યું
error: Content is protected !!