Dahod
ઝાલોદ નગરપાલિકા દ્વારા ધારાસભ્ય મહેશ ભૂરિયાની અધ્યક્ષતા હેઠળ અમૃત કળશ યાત્રા યોજાઈ
ધારાસભ્ય મહેશ ભૂરિયાનું સ્વાગત ચીફ ઓફિસર ડી.એમ.હઠીલા દ્વારા કરાયું
આખાં ભારત વર્ષમાં આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણી થઈ રહેલ છે તે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે લોકોએ ભારતની સ્વતંત્રતામાં કે દેશની સેવા અથવા રાષ્ટ્રહિતમાં સમર્પિત થઈ પોતાનુ આજ ગુમાવી તેવા બહાદુર વીર સપૂતોએ બલિદાન આપેલ છે તે લોકોનું રૂણ ચૂકવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મારી માટી મારો દેશ અંતર્ગત અમૃત મહોત્સવ ઉજવી રહેલ છે. આ અમૃત મહોત્સવ અંતર્ગત દેશના નાનામાં નાના ગામ, નગર તેમજ મહાનગર થી લઈ આખાં ભારત દેશમાં ઉજવાઇ રહેલ છે.
ઝાલોદ નગરપાલિકા દ્વારા અમૃત કળશ યાત્રા ધારાસભ્ય મહેશ ભૂરિયાની અધ્યક્ષતા હેઠળ જૂની મામલતદાર કચેરી ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં બોની બેન કન્યા શાળાની બાલિકાઓ દ્વારા સુંદર સ્વાગત ગીત અને પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી ધારાસભ્ય મહેશ ભૂરિયા દ્વારા બાલિકાઓને સુંદર પ્રસ્તુતિ બદલ 5000 નું ઇનામ પણ આપેલ હતું. ત્યાર બાદ દિપ પ્રાગટ્ય કરી ઉપસ્થિત સહુ આમંત્રિત નગરજનોનું સ્વાગત કરવામાં આવેલ હતું.
ચીફ ઓફિસર ડી.એમ.હઠીલા દ્વારા ધારાસભ્ય મહેશ ભૂરિયાનું શાબ્દિક રીતે સ્વાગત કર્યાં બાદ બંડી, ચાંદીનું કડું તેમજ તીર કામઠુ આપી સ્વાગત કરવામાં આવેલ હતું. છેલ્લે ધારાસભ્ય મહેશ ભૂરિયા દ્વારા મેરી મીટ્ટી મેરા દેશ કાર્યક્રમમાં દેશ માટે શહીદ થનાર નામી અનામી તમામ વીરોને વંદન કરી રાષ્ટ્રનિર્માણ માટે વીર સેનાનીયોને યાદ કર્યા હતા અને આખું ભારત વર્ષ તેમજ દેશનો દરેક નાગરિક દેશ માટે ગર્વ લઇ રહેલ છે. ત્યાર બાદ છેલ્લે ઉપસ્થિત સહુ લોકોએ હાથમાં દેશની માટી લઇ પંચપ્રાણ પ્રતિજ્ઞા લીધી હતી.
અમૃત કળશ યાત્રા જૂની મામલતદાર કચેરી થી મીઠાચોક, શહિદ રાજેશ ચોક, ભરત ટાવર, સરદાર ચોક, આંબેડકર ચોક થઈ એ.પી.એમ.સી ખાતે પુરી થઇ હતી. રસ્તામાં દરેક જગ્યાએ અમૃત કળશ યાત્રાના રથને રોકી સહુ લોકોએ કળશમાં દેશની માટી મૂકી તેને વંદન કરતા જોવા મળેલ હતા. યાત્રા દરમ્યાન માર્ગમાં આવતા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ધારાસભ્ય મહેશ ભૂરિયા દ્વારા માલ્યાર્પણ અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી.