Chhota Udepur
લખ્યુ હતુ “અમૂલ દૂધ પીતા હૈ ઈન્ડિયા” તપાસ કરીતો વિદેશી દારૂ
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
છોટાઉદેપુર તાલુકાનાં દેવલીયા ખાતે શીવ કૃપા કાઠિયાવાડી રેસ્ટોરન્ટ ખાતે આજરોજ વહેલી સવારે આયશર ટેમ્પો પાર્ક કરી ડ્રાઇવર ક્લીનર ઉતર્યા હતા. સદર ટેમ્પો માં “દૂધ પીતા હૈ ઈન્ડિયા” લખેલું મોટાં ફ્રીઝ જેવું મશીન મૂકેલું હતું. અને ખોટા બિલો સાથે આયશર ટેમ્પો હરીયાણા થી રાજકોટ જવા નીકળ્યો હતો. પરંતુ પોલિસ દ્વારા તપાસ કરવામાં આવતા તેમાં ભારતીય બનાવટ ના વિદેશી દારુ ની ૬૫૩૭ જેટલી બોટલ ભરેલી જણાઇ હતી. પોલીસે આયશર ટેમ્પો ના ચાલક અને ક્લીનર ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
આયશર ટેમ્પો માંથી ૬૫૩૭ નંગ વિદેશી દારૂની બોટલ જેની કિંમત રૂ .૨૭,૯૦૫૩૦ સહીત કુલ રૂ ૪૮,૧૭,૧૪૦ નો મુદ્દામાલ ઝડપાઈ ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છેકે થોડા સમય અગાઉ પણ આ જ મોટાં ફ્રીજ જેવાં મશીનમાં લાખો રૂપિયા નો વિદેશી દારૂ રાજકોટ તથા મોરબી ખાતે પકડાયો હોવાનું જાણવા મળ્યું છે. દૂધ ની આડ માં લાખો રૂપિયા નો નશીલો પદાર્થ હેરફેર થઈ રહ્યો હોવાનું પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે.
* રાજસ્થાન થી ખોટી બિલટી સાથે રાજકોટ લઈ જવાતો હતો દારુ
* છોટાઉદેપુર ના દેવલિયા ખાતે ૫૦૦ જેટલી વિદેશી દારૂ ની પેટીઓ ભરેલો આયશર ટેમ્પો ઝડપાયો