Gujarat
પતંગ ચગાવવા ચડેલા 8 વર્ષના બાળકનું ધાબાપર થી પડી જતાં મોત

સંતરામપુર શહેરમાં આવેલ વાલ્મીકિ વાસ માં રહેતા ઇમરાનભાઈ ગરીબા નું 8 વર્ષનું બાળક પોતાના મકાન પર ત્રીજામાળે ધાબા પર પતંગ ચગાવવા માટે ચડેલ હતું. તે દરમિયાન સામેથી એક પતંગ કપાઈને આવતાં તેને પકડવા માટે પ્રયાસ દરમિયાન બાળક નો પગ લપસી જતાં બાળક ત્રીજા માળે થી નીચે બીજા માળે પડતા માથાના, મોઢા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
પરીવારજનો લગ્ન પ્રસંગે બહાર ગયેલ હોય જેથી સ્થાનિક રહીશો તાત્કાલીક સારવાર માટે નજીકના વિસ્તારમાં આવેલ પ્રાઇવેટ હોસ્પીટલ લઈ ગયેલ પરંતુ નાતાલ નો તહેવાર અને રવિવાર હોઈ ડોક્ટર હાજર ન હતા . જેથી બાળકને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ ખાતે લઈ જવાની ફરજ પડી હતી. પરંતુ ત્યાં બાળકને મૃત જાહેર કરવામાં આવેલ હતો.
અહેવાલ તસ્વીર:-/સલમાન મોરાવાલા સંતરામપુર