Gujarat
80 વર્ષના કાકા રમકડાની જેમ બડદ જોડેલા હળને ફેરવી ડુંગરો ખેડી રહ્યા છે
(અવધ એક્સપ્રેસ દ્વારા)
80 વર્ષના ભઇલાલ કાકા ના ત્રણ પુત્રો હયાત છે છતાં ખેતરમાં જાતે હળ ચલાવવા મજબૂર બન્યા છે 80 વર્ષે પણ તેઓ હળને રમકડાની જેમ ફેરવી ડુંગરો ખેડી રહ્યા છે
ઘોઘંબા તાલુકાના ગલીબીલી ગામે ભઇલાલભાઈ રાઠવા તથા તેમની પત્ની નિવૃત્તિની ઉંમરે ખેતી કરી પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે સમતળ જમીન ઉપર બળદ જોડી હલ્લાકડા વડે ખેડવુ મુશ્કેલ છે ત્યારે 80 વર્ષની ઢળતી ઉંમરે ભઈલાલ કાકા ડુંગરા ખેડી તેમાં ખેતી કરી પોતાનું જીવન ચલાવી રહ્યા છે કાકા અને કાકીને ભર બપોરે હલ્લાકળુ હાંકતા જોઈ એમ જ લાગે કે આ વૃદ્ધ દંપતિ ની:સંતાન હશે પરંતુ એવું નથી કાકાને ત્રણ પુત્ર છે હયાત છે અને હટ્ટાકટ્ટા પણ છતાં કાકાને 80 વર્ષે પરસેવો પાડવો પડે છે
ઉકળાટ ભર્યા વાતાવરણ માં ભર બપોરે ડુંગરો ખેડી રહેલા ભઇલાલ કાકાને પૂછવામાં આવ્યું કે કેમ કાકા તમારે આટલી મહેનત કરવી પડે છે ત્યારે કાકાએ આંખના ખુણાલુંછી બોલ્યા ત્રણ પુત્ર છે પરંતુ કોઈ કામ નથી કરતા બે અલગ રહે અને એક સૂતો હશે અમે પતિ પત્ની જાતે મહેનત કરી ખેતરમાં અનાજ પકવી ગુજરાન ચલાવીએ છીએ આ સિઝનમાં અમારે ખેતીનું કામ કરવું પડે ચોમાસાના પાણીથી ખેતી કરીએ તો જ અમારે વર્ષના બે ટાઈમ ના રોટલા નીકળે 80 વર્ષે પણ ભઈલાલ કાકાને રમકડાની જેમ હળ ચલાવતા જોઈ ભલભલા જુવાનિયા શરમાઈ જાય
80 વર્ષે રમકડાંની જેમ ડુંગર પર ચલાવે હળ
છોકરા બોદા છે કામ ની કરતાં
ત્રણ છોકરા એકેય કામ ના કરતાં રોટલા કાઢવા જાત મહેનત