Ahmedabad
મહારાજના મુવાડા ચેકપોસ્ટ પર આઇસરમાંથી પિસ્તલ સાથે એક આરોપી ઝડપાયો

(રીઝવાન દરિયાઈ દ્વારા ખેડા: ગળતેશ્વર)
અમદાવાદ-ઇન્દોર હાઇવે ઉપર આવેલ મહારાજના મુવાળા ચેકપોસ્ટ પર સેવાલીયા પોલીસના જવાનો વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન આઇસર નંબર GJ 38 T 7983 આવતા તેને રોકી તેની તલાશી લેતા કેબીનમાથી 1 નંગ લોખંડની દેશી પિસ્તલ મેગેજીન વાળી મળી આવી હતી.
પોલીસે 1 નંગ પિસ્તલ કિંમત 5,000 અને મોબાઈલ નંગ 1 કિંમત 5,000 તથા આરોપીની અંગઝડતીમાંથી મળી આવેલ રોકડ રૂ.1040 અને આઇસર કિંમત 5,00,000 મળી કુલ રૂ.5,11,040 કિંમતનો મુદ્દામાલ કબ્જે લઈ પકડાયેલ આરોપી કલ્પેશભાઈ તડવી રહે.ચીલાકોટા દાહોદનાઓની અટક કરી છે
સેવાલીયા પોલીસે આરોપીને પૂછપરછ કરતા આ પીસ્ટલ આરોપીના પિતાની છે જે તેમના પિતાએ મંગાવતા આપવા જતો જતો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.