Chhota Udepur
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે ૫.૬૦ કરોડના ખર્ચે નિર્માણ પામશે અદ્યતન કોર્ટ બિલ્ડીંગ
પ્રતિનિધિ, કાજર બારીયા
ગુજરાતના કાયદા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે કોર્ટ બિલ્ડીંગ તથા ન્યાયિક અધિકારીઓ અને કર્મચારીઓના સ્ટાફ ક્વોટર્સ માટે છેલ્લા એક વર્ષમાં ન્યાયતંત્રને માળખાકીય સુવિધા મળી રહે તે માટે નવી કોર્ટ બિલ્ડીંગના બાંધકામો માટે કરોડો રૂપિયાની વહીવટી મંજૂરી તાજેતરમાં આપવામાં આવી છે.
ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના સતત પ્રયત્નો અને તાલુકા પ્રત્યેની નિષ્ઠાને પગલે કવાટમાં ૫,૬૦,૬૨,૨૦૦ કરોડના ખર્ચે નવું કોર્ટ બિલ્ડીંગ મંજૂર કરવામાં આવ્યું છે. કવાંટમાં હયાત કોર્ટ બિલ્ડીંગ ઉપરાંત કોર્ટના નવા બિલ્ડીંગની જરૂરિયાત ઊભી થતા કવાંટના ન્યાયિક સાથે સંકળાયેલા વકીલ મિત્રો અને ધારાસભ્યની રજૂઆતના પગલે રાજ્યના કાયદામંત્રી ઋષિકેશભાઈ પટેલ સમક્ષ કવાંટમાં કોર્ટ બિલ્ડીંગ મંજૂર થાય તેવી ભાર પૂર્વક માગણી કરી હતી જે અન્વયે કવાંટ ખાતે રૂપિયા ૫,૬૦,૬૨,૨૦૦ કરોડના ખર્ચે નવું કોર્ટ બિલ્ડીંગ બને તેવી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
કાયદા વિભાગની મંજૂરી બાદ આ નવા કોર્ટ બિલ્ડિંગના બાંધકામની તજવીજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે જે અંતર્ગત જમીન સંપાદન માટે વહીવટી મંજૂરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે આમ કવાંટને ૫,૬૦ કરોડના ખર્ચે નવા ન્યાયાલયનું નજરાણું મળે તે માટે ધારાસભ્યએ મહત્વનો ભાગ ભજવ્યો છે
- કવાંટ ખાતે નવા કોર્ટ બિલ્ડીંગ માટે બાંધકામ ની મંજૂરી અપાય
- કોર્ટ બિલ્ડિંગ બનવાથી કવાંટ તાલુકાના નાગરિકોને ઘર આંગણે જ ન્યાય સુવિધા ઉપલબ્ધ બનશે